સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એસિડ ટેસ્ટમાં પાસ થયા છે અને તેઓએ પૂર્વ પ્રમુખ સી.આર પાટીલના રેકોર્ડને પણ તોડ્યો છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર કચ્છના બાર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે.
સૌરાષ્ટ્ર કચ્છની ચૂંટણીની વાત કરવામાં આવે તો 2773 બેઠકના પરિણામો ગઈકાલે જાહેર તૈયાર છે એમાંથી 2214 બેઠક ભાજપ જીતી છે એટલે કહી શકાય ભાજપે 80% બેઠકો અંકે કરી છે. મહાનગરપાલિકામાં ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને 380 માંથી 349 બેઠક જીતી લીધી છે જ્યારે જિલ્લા પંચાયતની 335 માંથી 294 બેઠક અને નગરપાલિકામાં 999 માંથી 783 બેઠક અંકે કરી પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે. મોરબી, પોરબંદર અને ગોંડલમાં ભાજપ વન સાઈડેડ જોવા મળ્યું. જ્યારે જસદણમાં વિપક્ષો મજબૂત સાબિત થયા.
રાજકોટ મનપા-જિ. પંચાયત-નગરપાલિકા- તાલુકા પંચાયત
– રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકોમાંથી ભાજપે 65 સીટ અંકે કરી છે જેમાં કોંગ્રેસ 7 બેઠક પર વિજય મેળવ્યો છે
– રાજકોટ 11 તાલુકામાં ભાજપે તમામ તાલુકા અંકે કર્યા છે જેમાં કુલ 202 બેઠકો માંથી ભાજપનો 154, આમ આદમી પાર્ટીનું 25 અને કોંગ્રેસ 23 બેઠક પર આગળ રહી
– રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પર ભાજપે 34 બેઠક અંગે કરી છે જ્યારે બાકી રહેતી બે બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મેદાન માર્યું છે. જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની પણ એન્ટ્રી થઈ છે
– ગોંડલ નગરપાલિકાની 44 બેઠક પર તમામ ભાજપે અંકે કરી છે.
જામનગર મનપા – જિ. પંચાયત -નગરપાલિકા- તાલુકા પંચાયત
– જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો પર 60 બેઠકો ભાજપે જીતી છે એમાં કોંગ્રેસે બે અને અન્ય પક્ષે બે બેઠક અંકે કરી છે
– જામનગર જિલ્લા પંચાયતની 28 બેઠક પર ભાજપ નવ બેઠક કોંગ્રેસ 16 બેઠક અન્ય પક્ષો મળી કુલ ત્રણ બેઠક મેળવી પરંતુ જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે પોતાનું આધિપત્ય સ્થાપ્યું
– સિક્કા નગરપાલિકામાં પણ કોંગ્રેસ 15, ભાજપ 9 અને અપક્ષ ત્રણ બેઠક જીતી શક્યું અને તેમાં પણ કોંગ્રેસે જીત અંકે કરી
– જામનગર જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં 5માં ભાજપ એકમાં આમ આદમી પાર્ટી જીતી છે.
કચ્છ મનપા – જિ. પંચાયત -નગરપાલિકા- તાલુકા પંચાયત
કચ્છ જિલ્લામાં ભાજપે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકાની 52 બેઠકમાંથી 41 પર ભાજપનો વિજય થયો છે. તો કોંગ્રેસે 11 બેઠક પર જીત મેળવી છે. જ્યારે માંડવી નગરપાલિકામાં તો ક્લિન સ્વીપ કરી છે એટલે કે 36માંથી 36 બેઠક કબજે કરી છે. તો તમામ નવ તાલુકા પંચાયત પર ભાજપે સત્તા મેળવી છે.
જૂનાગઢ જિ. પંચાયત -નગરપાલિકા- તાલુકા પંચાયત
– જુનાગઢ જિલ્લા પંચાયત 30 બેઠકમાંથી ભાજપનો 23 પર વિજય જ્યારે સાત બેઠક પર અન્ય પક્ષે દાવેદારી મજબૂત કરી.
– કેશોદ નગરપાલિકા પણ ભાજપે અંકે કરી છે જેમાં 36 બેઠકમાં ભાજપ 33 અને કોંગ્રેસ ત્રણ બેઠક જીતી શક્યું.
– જુનાગઢની નવ તાલુકા પંચાયતમાં ભાજપનો છ બેઠક પર ભગવો લહેરાયો છે.
પોરબંદર મનપા – જિલ્લાપંચાયત – તાલુકા પંચાયત
– પોરબંદર મહાનગરપાલિકાની તમામ 52 બેઠક પર કેસરિયો લહેરાયો
– પોરબંદર જિલ્લા પંચાયતની તમામ 18 બેઠક ભાજપના ફાળે
– પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ બેઠકો પર ભાજપનો ભગવો
ગીર સોમનાથ જિલ્લા પંચાયત -નગરપાલિકા – તાલુકા પંચાયત
– ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો કુલ 28 બેઠકો પરથી 22 માં ભાજપ અને કોંગ્રેસે 6 બેઠક અંકે કરી છે.
– ગીર સોમનાથ ની ચાર નગરપાલિકાની વાત કરવામાં આવે તો તે તમામ ભાજપે જીતી છે.
– ગીર સોમનાથ તાલુકા પંચાયતની છ બેઠકો ઉપર પાંચ ભાજપે જીતી જ્યારે એક પર કોંગ્રેસે બાજી મારી છે.
ભાવનગર મનપા – જિલ્લા પંચાયત – નગરપાલિકા -તાલુકા પંચાયત
– ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો પર ભાજપ 44 અને કોંગ્રેસ આઠ ઉપર જીતી શકે છે અને ભાજપની સત્તા આવી છે
– ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર ભાજપ 32 તથા કોંગ્રેસ અને અન્ય પક્ષ એક એક બેઠક જીતી શક્યું છે
– ભાવનગર નગરપાલિકાની ત્રણ બેઠક ભાજપે અંકે કરી લીધી છે.
– ભાવનગર તાલુકા પંચાયતની 10 બેઠકો પર ભાજપ 9 અને અપક્ષ એક બેઠક જીતી શક્યું છે અને ભાજપની સત્તા આવી છે.
દેવભૂમિ દ્વારકાની જિલ્લા પંચાયત -નગરપાલિકા -તાલુકા પંચાયત
– દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો કુલ 22 બેઠકો માંથી ભાજપ 18, કોંગ્રેસ ત્રણ અને અન્ય પક્ષ એક બેઠક જીતી શક્યું છે.
– દેવભૂમિ નગરપાલિકા ની બે બેઠકો પર એક ભાજપ અને એક કોંગ્રેસ જીત્યું છે
– દેવભૂમિ દ્વારકાની તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ચારમાંથી ત્રણ બેઠક ભાજપે અંકે કરી છે.
અમરેલી જિલ્લા પંચાયત -નગરપાલિકા – તાલુકા પંચાયત
– અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો પર ભાજપે 31માં વિજય મેળવ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ એક અને અન્ય પાર્ટી કુલ બે બેઠક જીતી શકે છે
– અમરેલી નગરપાલિકાની કુલ છ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે
– અમરેલી તાલુકા પંચાયતની 11 બેઠકોમાંથી ભાજપ 9, કોંગ્રેસ એક અને આમ આદમી પાર્ટી એક બેઠક અંકે કરી શકે છે.
સુરેન્દ્રનગર માનપા – જિલ્લા પંચાયત – નગરપાલિકા – તાલુકા પંચાયત
– સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 52 બેઠકો પર થી ભાજપ 51 જીતી છે અને સત્તારૂૂઢ થઈ છે.
– તો બીજી તરફ સુરેન્દ્રનગર ની 32 જિલ્લા પંચાયતની બેઠકમાંથી ભાજપ 31 અને કોંગ્રેસ એક સીટ જીતી શકે છે અને તેમાં પણ ભાજપ સત્તામાં આવી છે
– સુરેન્દ્રનગરની ચાર નગરપાલિકા પણ ભાજપ એ જ જીતી છે
– સુરેન્દ્રનગર તાલુકા પંચાયતની તમામ 10 સીટ પણ ભાજપના ફાળે આવી છે.
મોરબી મનપા – જિલ્લા પંચાયત – નગરપાલિકા – તાલુકા પંચાયત
– મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠક ભાજપે જીતી છે.
– મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપનો 17 અને કોંગ્રેસનો સાત બેઠક પર વિજય થયો છે.
– મોરબી નગરપાલિકાની ત્રણ બેઠકો માંથી ભાજપે બે અને કોંગ્રેસે એક બેઠક અંકે કરી છે .
– મોરબી તાલુકા પંચાયતની પાંચ બેઠકમાંથી ભાજપ ચાર બેઠક અને કોંગ્રેસ એક બેઠક જીતી શક્યું છે.
બોટાદ જિલ્લા પંચાયત
– બોટાદ જિલ્લા પંચાયતની તમામ 20 બેઠક ભાજપનો ભગવો લહેરાયો.
