સિવિલમાં કીકી પ્રત્યારોપણ સર્જરી સહિતની તમામ સારવાર ઉપલબ્ધ

દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે વિશ્વભરમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં આંખોની સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી…

દર વર્ષે ઓક્ટોબર માસના બીજા ગુરુવારે વિશ્વભરમાં ‘વિશ્વ દ્રષ્ટિ દિવસ’ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય લોકોમાં આંખોની સંભાળ, સમયસર નિદાન અને નિવારી શકાય તેવી દ્રષ્ટિહીનતા પ્રત્યે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનો છે. રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં સેવારત તબીબી નિષ્ણાતો દ્વારા આધુનિક સાધનો થકી દર્દી નારાયણને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

હોસ્પિટલના નેત્ર રોગ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. નીતિ શેઠના જણાવ્યા મુજબ, દૂર-દૂરથી આવતા જટિલ કેસો માટે હોસ્પિટલમાં 24 કલાક ઈમરજન્સી સારવાર ઉપલબ્ધ છે. હોસ્પિટલ ખાતે જરૂૂરી તમામ ટીપાં, તમામ પ્રકારની સર્જરી, લેઝર પ્રોસિજર અને અધૂરા મહિને જન્મેલા બાળકોનું ખાસ સ્ક્રીનિંગ સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે. આ સાથે જ, અહીં રેસિડન્ટ ડોક્ટર્સને પણ તમામ ઓપરેશન માટે ઉત્તમ પ્રશિક્ષણ આપવામાં આવે છે.

આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. અંજલી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી દર્દીને અન્ય કોઈ હાયર સેન્ટરમાં રીફર થવું પડતું નથી. અહીં રોજના 200થી 250 દર્દીઓની ઓપીડી થાય છે, જેમાં મોતિયાના ઓપરેશન, વેલ, ત્રાંસી આંખ, જામર અને ઈજા સંબંધિત તમામ સર્જરી કરવામાં આવે છે. DBCS વિભાગ હેઠળ કીકીના પ્રત્યારોપણની સારવાર પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

આંખોની જાળવણી અંગે આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હિનાએ વિશેષ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં બાળકોમાં મોબાઇલના વધુ પડતા વપરાશને કારણે આંખોમાં નંબર આવવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. વાલીઓએ મોબાઇલમાં પેરેન્ટલ ક્ધટ્રોલ કે ટાઇમ લિમિટ સેટ કરીને સ્ક્રીન ટાઇમ નિયંત્રિત કરવો જરૂૂરી છે.

રમતાં રમતાં બાળકો આંખમાં ચુનો કે મસાલો નાખી દેવાના કિસ્સાઓ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે, તેથી વાલીઓએ આ બાબતે વિશેષ સાવચેતી રાખવી જોઈએ. બાળકોને નાનપણથી જ લીલા શાકભાજી, કઠોળ, ગાજર અને વિટામિન ’એ’ યુક્ત પોષક આહાર આપવો તેમજ રસીકરણ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં વિટામિન ’એ’ ના ટીપાં અવશ્ય પીવડાવવા જોઈએ. આ ઉપરાંત, 40 વર્ષથી વધુ વયના લોકો અને જેમના પરિવારમાં જામરની હિસ્ટ્રી હોય, તેમણે નિયમિતપણે હોસ્પિટલ આવી તપાસ કરાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *