બંન્ને છ વર્ષ માટે ઘરભેગા, 20 શખ્સો સામે નોંધાયો હતો ગુનો
હળવદ શહેરમાં આવેલી હોટેલમાં જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિથી પક્ષ બદનામ થતો હોવાથી વલ્લભ પટેલ, ભરત વઢરીકીયાને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.
હળવદ શહેરમાં આવેલી હોટેલમાં ધોડીપાસાનો જુગારધામ ઝડપાયું છે. હળવદ પોલીસે બાતમીના આધારે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જુગારધામમાં દરોડા દરમિયાન ભાજપ તાલુકા સંગઠન મંત્રી સહિત 18ની ધરપકડ કરવામાં આવી હતી. જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિથી પક્ષ બદનામ થતો હોવાથી વલ્લભ પટેલ, ભરત વઢરીકીયાને 6 વર્ષ માટે જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે.
હળવદ પોલીસે શહેરમાં આવેલી લેકવ્યુ હોટેલમાં જુગારધામ ઝડપીને 20 સામે ગુનો દાખલ કર્યો છે. હળવદ ભાજપ તાલુકા સંગઠન મંત્રી ભરત વઢરીકીયા, ગુજરાત પ્રદેશ કિશાન મોરચાનાં સદસ્ય વલ્લભભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પુર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને શિવપુર બેઠકનાં સદસ્ય નિલેશ ગામી અને નામચીન બૂટલેગર પંકજ ગોઠી ફરાર હાલ પોલીસ પકડથી દૂર છે. હળવદ પોલીસે 2 લાખની રોકડ સાથે 18ની કરી ધરપકડ 2 ફરાર છે. હળવદ શહેરમાં આવેલી હોટેલમાં ધોડીપાસાનો જુગારધામને લઇ તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.