નવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના દશ હજાર નવા વકીલને ઓથ લેવાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી…

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના દશ હજાર નવા વકીલને ઓથ લેવાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કાયદા મંત્રી રૂૂષીકેશભાઈ પટેલ, બી.સી.આઈ ચેરેમેન મનનકુમાર મીશ્રા અને તુષારભાઈ મહેતા સહીતના મુખ્ય આગેવાનો પણ આ ઓથ સેરેમનીમા ઓથ લેશે. આ કાર્યક્રમમા ગુજરાતના દશ હજારથી વધુ નોંધાયેલ વકીલોને બાર કાઉન્સીલના ચેરમેન જે.જે. પટેલ એ આમંત્રણ પાઠવેલ છે અને ગુજરાતના નવા એડવોકેટોને અમદાવાદ પહોંચવામા ટ્રાન્સપોટેશનનો ખર્ચે ન થાય તે માટે દરેક શહેરોમા બસ અને વાહનોની વ્યવસ્થા રાખેલ છે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રદેશ કારોબારી સભ્ય હિતેષભાઈ દવે, કિશોરભાઈ સખીયા, શહેર ભાજપ લીગલ સેલના સુયોજન પીયુષભાઈ શાહ, સહક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, તથા કોર કમીટીના સભ્યો જયસુખભાઈ બારોટ, શૈલેષભાઈ વ્યાસ, રાકેશભાઈ ગોસ્વામી, વિરેનભાઈ વ્યાસ, વિમલભાઈ ડાંગર, ધર્મેશભાઈ સખીયા, નેહાબેન જોષી, રાજકોટ સંસદીય મત વિસ્તાર ઈન્ચાર્જ રક્ષીતભાઈ કલોલા, નૃપેનભાઈ ભાવસાર, સહઈન્ચાર્જ અશ્વીનભાઈ શેખલીયા, વિધાનસભા 69 ના ઈન્ચાર્જ આબીદભાઈ કાલાવડીયા, વિધાનસભા 70 ના ઈન્ચાર્જ પંકજભાઈ દોંગા, મુકેશભાઈ પીપળીછયા, વિધાનસભા 71ના ઈન્ચાર્જ હરેશભાઈ પરસોડા, સહઈન્ચાર્જ મનસુખભાઈ સાંકળીયા, કોર્ટ કેમ્પસ ક્ધવીનર જીતેન્દ્રભાઈ પારેખ, હિમાંશુ પારેખ તથા પ્રેસમીડીયા ઈન્વાજે પારસભાઈ શેઠ સહ ઈન્ચાર્જ જસ્મીનભાઈ ગઢીયા, ભાજપ યુવા લીગલ સહાયક સેલ ના ક્ધવીનર અભિષેક શુકલ, સહક્ધવીનર સાગર હપાણી સહિતના દવારા રાજકોટ શહેરમાથી નવા વકીલો માટે પાંચ બસનો પ્રબંધ કરવામા આવેલ છે. રાજકોટ સહિત ગોંડલ, ધોરાજી, ઉપલેટા, મોરબી, જેતપુર સહીતના જીલ્લાના તમામ નવા વકીલોને ઓથ સેરેમનીમાં લઈ જવા માટે તડામાર તૈયારીઓને આરંભ થઈ ગયેલ છે. રાજકોટના નવા અને સિનીયર જુનીયર તમામ વકીલોએ બસની વ્યવસ્થા થઈ શકે તે માટે કેમ્પસ ક્ધવીનર જીતેન્દ્રભાઈ પારેખ (મો. નં. 98245 08172), હિમાંશુ પારેખ (મો. નં. 99241 26976) તથા ભાજપ યુવા લીગલ સહાયક સેલના ક્ધવીનર અભિષેક શુકલ (મો. નં. 97376 99000), સહક્ધવીનર સાગર હપાણી (મો. નં. 99090 09008)ને પોતાના નામની નોંધણી કરાવવા રાજકોટ બાર એશો. અનુરોધ કરે છે. તમામ વકીલો માટે આવક જાવક તથા જમવાની સુંદર વ્યવસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *