બદનામી કરતો વીડિયો વાયરલ થતાં ભાજપ નેતાના પુત્રએ પ્રથમ માળેથી પડતું મૂક્યું

સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના એક અગ્રણી નેતા તેમજ તેમના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ગંભીર કાવતરું…

સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના એક અગ્રણી નેતા તેમજ તેમના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ગંભીર કાવતરું રચાયું છે. આ બદનામી અને માનસિક ત્રાસથી કંટાળીને ભાજપ નેતાના પુત્રએ ઘરના પહેલા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા રાજકીય આલમ સહિત સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ભાજપ નેતાના પુત્રના એક યુવતી સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ કરવામાં આવ્યા હતા. આ ફેક ન્યૂઝ અને ફોટો વાયરલ થતાં આઘાતમાં આવેલા પુત્રએ પહેલા માળેથી કૂદીને આત્મઘાતી પગલું ભર્યું હતું. જોકે, આ મામલે જ્યારે પોલીસ તપાસ શરૂૂ થઈ ત્યારે જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. આ આખું ષડયંત્ર અન્ય કોઈએ નહીં પરંતુ નેતાના પુત્રની પત્ની માનસીએ જ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, પત્ની માનસીનું અન્ય એક પુરુષ સાથે અફેર ચાલતું હતું. આ બાબત પકડાઈ જતાં અગાઉ માનસીએ પરિવારને એક લેખિત બાંહેધરી આપી હતી. આ લખેલી બાંહેધરી ગમે તેમ કરીને પાછી મેળવવા માટે માનસીએ પોતાના જ પતિ અને સસરાને બદનામ કરવાનો આ ખેલ ખેલ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર પતિ વિરુદ્ધ ફેક ન્યૂઝ અને ફોટો-વીડિયો વાયરલ કર્યા હતા. હાલમાં આ મામલે સુરતના સિંગણપોર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *