ખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બે

ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ સોમવારે ટ્રાફિક પી.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટાઉન…

ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ સોમવારે ટ્રાફિક પી.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટાઉન વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક માર્ગ પર ભયજનક રીતે સ્ટંટ કરતા ભૂપત છગનભાઈ વાઘેલા (રહે. લાલપુર) નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે પોલીસે જાહેર માર્ગ પર રેસિંગ, ઓવર સ્પીડ તથા ભયજનક અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી વાહન ડીટેઈન કરી, આ શખ્સને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *