વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોત

  વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક…

 

વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક સામે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળના બાયપાસ રોડ ઉપર આવેલ નમસ્તે હોટલ નજીક આજે સવારે પોણા નવ વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જી.જે. 32 એ.એ. 2497 નંબરની મોટરકારે એક મોટર સાયકલને હડફેટે લેતાં તેના ચાલક નિવૃત્ત આર્મીમેન સામતભાઈ ગોવિંદભાઈ છાત્રોડીયા (રહે. ભેટાળી) વાળાનું બનાવ સ્થળે જ કરૂૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતક સામતભાઈના ભાઈ નરેન્દ્રભાઈ છાત્રોડિયાએ મોટર કાર ચાલક જગમાલ નારણ સોલંકી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે મોટર સાયકલ સવારને ગંભીર ઈજાઓ થતાં તેમનું બનાવ સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવમાં મૃત્યુ પામેલ યુવક દેશની સેવા કરી ચૂકેલા નિવૃત્ત સૈનિક હોવાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અકસ્માતમાં મોટર કારની આગળના ભાગનો અને મોટર સાયકલનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *