ગોંડલના ગોમટા નજીક ભાદર ડેમમાં નહાવા પડેલા બિહાર યુવાનનું મોત

ગોંડલના ગોમટા ગામ નજીક આવેલ ભાદર નદીના ઝુંપડા પાસે નદીના કાંઠે નાહવા ગયેલ યુવક પાણીમાં ગરકાવ થયા બાદ શુક્રવાર સવારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.…

ગોંડલના ગોમટા ગામ નજીક આવેલ ભાદર નદીના ઝુંપડા પાસે નદીના કાંઠે નાહવા ગયેલ યુવક પાણીમાં ગરકાવ થયા બાદ શુક્રવાર સવારે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ડેમમાં આવેલ ફિશિંગ ઓફિસથી દેવળા તરફ પાણીમાં 4 કિલોમીટરના અંતરે મૃતકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હોય ફિશિંગ બોટના લોકો દ્વારા મૃતકની લાશને પાણીમાંથી ડેમના કાંઠા સુધી લાવવામાં આવી હતી. મૃતક યુવકનું નામ બંગાલીકુમાર અનુપભાઈ સહની હોવાનું જાણવા મળ્યું છે તે બિહારથી 4 દિવસ પહેલા જ કૌટુંબિક સગાને ત્યાં ફરવા માટે આવ્યો હતો. તેની ઉંમર ફક્ત 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનો મૃતદેહ મળતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *