ફાસ્ટેગ કંપનીઓનું નાની રકમ ખંખેરવાનું મોટું કૌભાંડ

ખોટી રીતે કપાયેલા પૈસા પરત મેળવવામાં ‘ફીણ’ આવી જાય છે, મોટા ભાગના વાહન માલિકો જતું કરતા હોવાથી કંપનીઓને બખા નેશનલ અને એક્સપ્રેસ હાઈ-વે ઉપર હવે…

ખોટી રીતે કપાયેલા પૈસા પરત મેળવવામાં ‘ફીણ’ આવી જાય છે, મોટા ભાગના વાહન માલિકો જતું કરતા હોવાથી કંપનીઓને બખા

નેશનલ અને એક્સપ્રેસ હાઈ-વે ઉપર હવે ફાસ્ટેગની ‘કટકી’નું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. અને વર્ષે દાડે વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયાકટકટાવી લેવામાં આવતા હોવાની હકિકત બહાર આવી છે. ફાસ્ટટેગમાં ખોટી રીતે પૈસા કપાયા હોય તો મોટાભાગના વાહન ચાલકો કમ્પ્લેઈન કે, ક્લેઈમ કરવાની લાંબી પ્રક્રિયાની પળોજણમાં પડતા નથી, જ્યારે જે લોકો આવી પ્રક્રિયામાં પડે છે તેને પણ 25-50 રૂપિયા પરત મેળવવામાં ‘ફિણ’ આવી જાય છે.
દેશમાં બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી 12 મોટી કંપનીઓ ગ્રાહકોને ફાસ્ટેગ સેવા પૂરી પાડે છે. તેમાંથી, IDFC ફર્સ્ટ બેંકમાં સૌથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા ગ્રાહકો છે. તે પછી ICICI બેંક, યસ બેંક અને એક્સિસ બેંક આવે છે.
એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે વાહનો પર લગાવવામાં આવેલા ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં અનિયમિતતાની ફરિયાદો વધી રહી છે. નવેમ્બર 2024 માં, ફાસ્ટેગ સેવાઓ પ્રદાન કરતી કંપનીઓએ ગ્રાહકોની ફરિયાદોને પગલે 1.28 લાખ રૂૂપિયાથી વધુ પરત કરવા પડ્યા હતા. આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક મહિનામાં ખોટી રીતે ચાર્જ કાપવાના કિસ્સાઓ વધી ગયા છે, જેના કારણે ગ્રાહકો લેખિત ફરિયાદો કરી રહ્યા છે અને રકમ પરત કરવાની માંગ કરી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે 4.29 લાખથી વધુ કેસમાં પૈસા પરત કરવા પડ્યા હતા.

એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે વાહનો પર લગાવવામાં આવેલા ફાસ્ટેગ દ્વારા ટોલ કાપવામાં અનિયમિતતાની ફરિયાદો વધી રહી છે. નવેમ્બર 2024 માં, ફાસ્ટેગ સેવાઓ પ્રદાન કરતી કંપનીઓએ ગ્રાહકોની ફરિયાદોને પગલે 1.28 લાખ રૂૂપિયાથી વધુ પરત કરવા પડ્યા હતા. આંકડા દર્શાવે છે કે છેલ્લા કેટલાક મહિનામાં ખોટી રીતે ચાર્જ કાપવાના કિસ્સાઓ વધી ગયા છે, જેના કારણે ગ્રાહકો લેખિત ફરિયાદો કરી રહ્યા છે અને રકમ પરત કરવાની માંગ કરી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે 4.29 લાખથી વધુ કેસમાં પૈસા પરત કરવા પડ્યા હતા.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ફાસ્ટેગ સાથે સંબંધિત વ્યવહારો પર નજર રાખે છે. ફાસ્ટેગ સેવા પૂરી પાડતી કંપનીઓ ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે કરી રહી છે અને કેટલી ફરિયાદોની તપાસ કરવામાં આવી રહી છે અને ખોટી રીતે કાપવામાં આવેલી રકમ પરત કરવામાં આવી રહી છે, આ બધા પર NPCI દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.

ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2024માં ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા ટોલ ઘટાડા સંબંધિત મહત્તમ 1.73 લાખ ફરિયાદો સ્વીકારવામાં આવી હતી. તેમણે કબૂલ્યું હતું કે, કાપવામાં આવેલી ફીમાં ભૂલ હતી.
દેશમાં બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી 12 મોટી કંપનીઓ ગ્રાહકોને ફાસ્ટેગ સેવા પૂરી પાડે છે. તેમાંથી, IDFC ફર્સ્ટ બેંકમાં સૌથી વધુ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા ગ્રાહકો છે. તે પછી ICICI બેંક, યસ બેંક અને એક્સિસ બેંક આવે છે. ડેટા દર્શાવે છે કે આ બેંકોમાં ફરિયાદો પછી નાણાં પરત કરવાના સૌથી વધુ કેસ છે.

જો તમારી મુસાફરી દરમિયાન ટોલ ફીની નિર્ધારિત રકમ કરતાં વધુ કપાઈ ગઈ હોય, તો તમારે ગઇંઅઈં હેલ્પલાઈન નંબર 1033 પર કોલ કરવો જોઈએ અને ફરિયાદ નોંધાવવી જોઈએ. આ સાથે, સંબંધિત કંપનીની હેલ્પલાઈન પર અને ગ્રાહક સપોર્ટ માટે જારી કરાયેલ મેઈલ આઈડી પર ફરિયાદ કરો. આ સાથે, તમે NPCIના  https://www.npci.org.in/register-a-complaint વિભાગની મુલાકાત લઈને ફરિયાદ નોંધાવી શકો છો.

ક્યા પ્રકારની સૌથી વધુ ફરિયાદો
કાર ઘરે પાર્ક કરેલી હતી, પરંતુ તેને હાઇવે કે એક્સપ્રેસ વે પર મુસાફરી બતાવીને ટોલ કાપવામાં આવતો હતો,એક્સપ્રેસ વે પર 50-60 કિલોમીટરની મુસાફરી કર્યા પછી એક્ઝિટ ફી કાપવામાં આવી હતી. ઘણા કિસ્સાઓમાં, વધુ કિલોમીટરની મુસાફરી બતાવીને વધુ ચાર્જ કાપવામાં આવ્યા હતા,નેશનલ હાઈવે પર આવવા-જવાની મુસાફરી 24 કલાકમાં પૂરી થઈ ગઈ હતી, પરંતુ પરત ફરતી વખતે ફીમાં રાહતનો લાભ આપવામાં આવ્યો ન હતો,ફાસ્ટેગ એક્ટિવેટ થયા બાદ પણ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વોલેટમાંથી બમણી ફી કાપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *