ભારત-પાકની તણાવભરી સ્થિતિ વચ્ચે GPSCની પરીક્ષાને લઇ મોટા સમાચાર, 11મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ

  ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા…

 

ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. આ દરમિયાન રવિવારે (11 મે) યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટી અપડેટ છે.

https://x.com/Hasmukhpatelips/status/1921088170923315490

GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, ‘ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.’ આ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ જ રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ‘રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે.

નોંધનીય છે કે, GPSC દ્વારા રવિવારે (11 મે) Assistant Environment Engineer, (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *