ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષને કારણે ભારતના અનેક પ્રદેશોમાં ગેસની ગંભીર કટોકટી જોવા મળી રહી છે. આ દરમિયાન LPG કેરિયર જહાજ ‘શિવાલિક’ કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ આજે 5 વાગ્યે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું.
https://x.com/ANI/status/2033506283144511668?s=20
ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતનું LPG કેરિયર શિવાલિક સફળતાપૂર્વક ભારત પહોંચી ગયું છે. જેમાં 46,000 મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ(LPG) છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી પસાર થઈને આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે આવતા દેશમાં રાંધણ ગેસના પુરવઠાની ચિંતા હળવી થઈ છે.
આ જહાજ 14 માર્ચના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચનારું આ પ્રથમ LPG જહાજ છે.શિપિંગ મંત્રાલયના જણાવ્યા મુજબ, ‘નંદા દેવી’ નામનું જહાજ પણ આશરે 46,000 ટન LPG લઈને ભારત આવી રહ્યું છે અને તેના આવતીકાલે પહોંચવાની શક્યતા છે. બીજી તરફ, ‘જગ લાડકી’ જહાજ લગભગ 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને ભારત તરફ આવી રહ્યું છે અને તેના પણ આવતીકાલે મુન્દ્રા પહોંચવાની અપેક્ષા છે.
