મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટશનની સુવિધાથી ખુદ શહેરીજનો જ રહેતા વંચિત
સવા બે મહિનાથી એપ્લિકેશન બંધ, ઓનલાઇન ટાઇમિંગ નહીં બતાવતા અને ત્રિકોણબાગે રૂટ-સમયના બોર્ડ નહીં મારતા મુસાફરો હેરાન : યાત્રિકોવિહોણી દોડતી સિટી બસમાં લાખોના ઇંધણનો વ્યય: મનપાની બેદરકારીથી એજન્સીની લાલિયાવાડી
શહેરીજનોની સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમા સીટી બસ સેવા શરૂ કરવામા આવી છે. છેલ્લા બે દશકાથી રાજકોટમા આ સુવિધા શહેરીજનોને મળી રહી છે પરંતુ કોઇને કોઇ કારણોસર સમયાંતરે આ સેવાઓ બંધ કરવામા અથવા મોકુફ રાખવામા આવી હતી. છેલ્લા 4 વરસથી આ સેવા રેગ્યુલર ચાલી રહી છે પરંતુ તેમા પણ ખાટલે મોટી ખોટ હોય તેવો ઘાટ સર્જાયો છે. સીટી બસના શેડયુલના ઠેકાણ નહી હોવાથી મોટાભાગની બસો ખાલીખમ દોડી રહી છે. ટાઇમીંગ અને રૂટના બોર્ડ નહી લાગેલા હોવાથી મુસાફરોને ભારે હેરાનગતીનો સામનો કરવો પડી રહયો છે. પુરતા પ્રમાણમા સીટી બસમા ટ્રાફીક નહી મળતા ઇંધણનો પણ વ્યવ થતો હોવાનુ સામે આવ્યુ છે.
શહેરીજનોમાથી મળતી માહીતી મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજપથ કલબ નામની એજન્સીને સીટી બસનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે. હાલ ર00 જેટલી સીટી બસો શહેરીજનોની સુવિધા માટે રૂટ પર દોડાવવામા આવી રહી છે. રાજકોટના વિવિધ વિસ્તારોમા આશરે 9ર જેટલા રૂટ પર આ બસોનુ સંચાલન કરવામા આવી રહયુ છે. છેલ્લા કેટલાક સમયમા રૂટમા અને બસની સંખ્યામા વધારો જોવા મળી રહયો છે અને આગામી દિવસોમા પણ મનપા દ્વારા વધુ બસો રૂટ પર દોડાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે.
વધુ જાણવા મળ્યા મુજબ મુસાફરો માટે સીટી બસના શેડયુલ અને રૂટ માટે ઓનલાઇન એપ્લીકેશન બનાવવામા આવી છે. આ એપ્લીકેશન દ્વારા મુસાફરો ટાઇમીંગ અને રૂટ જાણી શકે છે પરંતુ છેલ્લા સવા બે મહીનાથી એપ્લીકેશન બંધ હોવાથી તેમા મુસાફરો ટાઇમીંગ કે રૂટ જાણી શકતા નથી. ઉપરાંત સીટી બસના સંચાલનની મુખ્ય ઓફીસ ત્રીકોણબાગ ખાતે આવેલી છે પરંતુ ત્યા પણ રૂટના બોર્ડ કે ટાઇમ ટેબલ મુકવામા નહી આવેલા હોવાથી મુસાફરોને ના છુટકે બસની રાહ જોઇને કલાકો સુધી ત્યા ઉભુ રહેવુ પડે છે અથવા ખાનગી વાહનમા ડબલ ભાડુ ચુકવી પોતાના ગંતવ્ય સ્થાન સુધી જવુ પડી રહયુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એપ્લીકેશનની સમ્યાંતરે સમીક્ષા નહી થતી હોવાથી અને એજન્સી પાસે ગ્રોથ રીપોર્ટ નહી માંગતા તેમજ સીટી બસના સંચાલન અંગે બેધ્યાન રહેતા એજન્સીને મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ લાલીયાવાડી ચલાવવામા આવી રહી છે. રૂટ અને ટાઇમીંગના ઠેકાણા નહી હોવાનુ અધીકારીઓને ધ્યાને હોવા છતા પણ એજન્સી સામે કોઇપણ જાતના પગલા લેવામા આવ્યા નથી. કે એપ્લીકેશન શરૂ કરવા માટે પણ સુચના આપવામા આવી નથી. સમયાંતરે એપ્લીકેશનની સમીક્ષા કરવામા આવે તો ઘણો સુધારો આવી શકે તેમ છે. મહાનગર પાલિકાએ એપ્લીકેશન બાબતે એજન્સીને ટકોર કરવી જોઇએ અને વહેલી તકે ત્રીકોણબાગ ખાતે રૂટ અને ટાઇમીંગ સાથેનુ બોર્ડ મુકવુ જોઇએ તેવો સુર મુસાફરોમા ઉઠયો છે.
રાજકોટમા સીટી બસનુ મહતમ ઉપયોગ સીનીયર સીટીઝનો, વિધાર્થીઓ, શ્રમીક વર્ગ અને મહીલાઓ દ્વારા વધુ કરવામા આવે છે. સીટી બસના શેડયુલ અંગે અંધાધુંધી હોવાના કારણે વિધાર્થીઓ અને મજુર વર્ગને પોતાના શાળા – કોલેજ અને કામગીરીના સ્થળે પહોંચવામા તકલીફ પડી રહી હોવાની પણ બુમરાણો ઉઠી છે.
યુનિવર્સિટીના વિદ્યાર્થીએ રૂટ અને ટાઇમિંગની વેબસાઇટ બનાવી
યુનિર્વસિટીમા તેમજ વિવિધ શાળા – કોલેજોમા અભ્યાસ કરતા વિધાર્થીઓ મોટાભાગે સિટી બસનો ઉપયોગ કરી રહયા છે. મનપાની આ એપ્લીકેશન બંધ હોવાના કારણે રૂટ અને ટાઇમીંગ જાણવામા મુશ્કેલી થતી હોવાથી ખાનગી યુનિર્વસિટીના પ્રોફેસર અને વિધાર્થી દ્વારા એપ્લીકેશન બનાવવામા આવી હતી જેમા સીટી બસના રૂટ અને સમયને જાણી શકાતો હતો પરંતુ આ એપ્લીકેશનમા પણ પ6 નંબર સુધી માહીતી ઉપલબ્ધ હતી. 44 રૂટની માહીતી નહી હોવાના કારણે આ એપ્લીકેશનનો મહત્મ ઉપયોગ થઇ શકતો નથી.