અજિત અગરકરની વિદાય સાથે ભુવનેશ્ર્વરનું ટીમમાં કમબેક

કાર્યકારી ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાના અધ્યક્ષસ્થાનમાં મંગળવારે ન્યૂ ઝીલેન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટી-20 ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં પીઢ પેસ બોલર અને આ…

કાર્યકારી ચીફ સિલેક્ટર પ્રજ્ઞાન ઓઝાના અધ્યક્ષસ્થાનમાં મંગળવારે ન્યૂ ઝીલેન્ડ ખાતેના આગામી પ્રવાસ માટેની ટી-20 ટીમ જાહેર કરવામાં આવી હતી જેમાં પીઢ પેસ બોલર અને આ વર્ષની આઇપીએલના સેક્ધડ-બેસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને તાબડતોબ સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂ ઝીલેન્ડમાં ભારતની ટી-20 સિરીઝ 22મી ઑક્ટોબરે શરૂૂ થશે. ચીફ સિલેક્ટરના હોદ્દા પરથી અજિત આગરકરની વિદાય થઈ અને ભુવીને ચાર વર્ષે ભારતીય ટીમમાં કમબેક કરવા મળ્યું એ સંયોગનો મુદ્દો ભારતીય ક્રિકેટમાં ચર્ચાસ્પદ થઈ ગયો છે. શાંત સ્વભાવનો ભુવનેશ્વર ભારત વતી છેલ્લે 2022માં રમ્યો હતો.

તેણે ભારત વતી 87 ટી-20માં લીધેલી 90 વિકેટ સહિત આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 294 વિકેટ મેળવી છે. ભુવનેશ્વર વાઈટ બોલને બહુ સારા સ્વિંગ અપાવવા માટે જાણીતો છે. આઉટસ્વિંગર અને ઓચિંતા ઇનકટર તેની બે સૌથી મોટી ખાસિયત છે. ટી-20 ટીમ સામાન્ય રીતે જેન-ઝી ખેલાડીઓ માટેની ટીમ કહેવાય છે.

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), અક્ષર પટેલ, શિવમ દુબે, નીતીશ રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *