વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. જો કે, હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ જાહેર નથી તે પહેલા જ આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ કરી દીધી છે. અને ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે.
ત્યારે બીજી તરફ ભાજપ કોને મેદાને ઉતારશે તે હજુ નક્કી નથી થયું. તેવામાં પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા ભુપત ભાયાણીએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી દીધી છે.
ભુપત ભાયાણીએ જણાવ્યું કે, આપ પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરી છે.પરંતુ હજુ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખ કે સેડ્યુંઅલ જાહેર કર્યું નથી. આ સાથે તેમણે આપ પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે, જુનાગઢમાં અને વિસાવદરમાં આપ પાર્ટીનું કોઈ વજુદ નથી. એક મહિના પહેલા વિસાવદર નગરપાલિકામાં આપના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝીટ પણ ડુલ થઈ છે. તેનો મતબલ તે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજુદ નથી જે તે વખતે અમે હતા તેના કારણે જીત મળી હતી વધુમાં તેમણે જણાવ્યું કે, માણાવદરમાં ભાજપમાંથી અરવિંદ લાડાણીની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ હતી. ભાજપ કોઈ પણ ઉમેદવાર ઉતારે અથવા અમને મુકે તો અમને મેદાનમાં ઉતારે તો જીતવા માટે સક્ષમ છીએ અને મારી લડવાની તૈયારી છે.
–
