અમદાવાદ ભુજ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલ ટ્રેન આજે રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી ટ્રેન નંબર 9480194802 અમદાવાદ-ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટેકનિકલ કારણોસર રદ રહેશે. 15 મે 2025ની ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે. સાથે જ 16 મે 2025ની ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ રદ રહેશે.
તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના સરહદી વિસ્તારોમાં સુરક્ષા રાખવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ રેલ ટ્રેન રદ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 સપ્ટેમ્બર 2024ના રોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો. 16 સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 સુધી આ ટ્રેનમાં એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે વળી આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે. પોરબંદર થી 17.05.2025 ના રોજ ઉપડતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને દાદર થી 16.05.2025 ના રોજ ઉપડતી ટ્રેન નં. 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનોને ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે.
