જામનગર પોલીસે મોબાઇલ ઝૂટવી, અપહરણ કરી ધમકી આપ્યાની ભીમ સેનાના અધ્યક્ષની રેન્જ આઇજીને રજૂઆત

  જામનગર ખાતે મુસ્લીમ સમાજના ધાર્મીક સ્થળોની તંત્ર દ્વારા ડીમોલીશન કરવામા આવ્યુ હતુ. જે અંગે રાજકોટમા રહેતા યુવા ભીમ સેનાના સ્થાપક અને અધ્યક્ષ ડી. ડી.…

 

જામનગર ખાતે મુસ્લીમ સમાજના ધાર્મીક સ્થળોની તંત્ર દ્વારા ડીમોલીશન કરવામા આવ્યુ હતુ. જે અંગે રાજકોટમા રહેતા યુવા ભીમ સેનાના સ્થાપક અને અધ્યક્ષ ડી. ડી. સોલંકી સહીતના તા 30 જાન્યુઆરીના રોજ જામનગર કલેકટરને રજુઆત કરવા ગયા હતા ત્યારે જામનગરમા પોતાના વાહનમા બેઠા હતા તે દરમ્યાન સિવીલ ડ્રેસમા આવેલા બે વ્યકિતએ તમને અમારા પીઆઇ ઝા સાહેબ બોલાવે છે.

તેવુ કહી એક વ્યકિત અમારી ગાડીની ડ્રાઇવર સીટ પર બેસી અને 3 વ્યકિત પાછળની સીટમા બેસી ગયા હતા અને અમારૂ અપહરણ કરી મોબાઇલ ઝુટવી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા. જયા બી ડીવીઝન પોલીસ મથકમા 4 કલાક સુધી ગોંધી રાખી આવી પ્રવૃતી નહી કરવા અને સત્વરે જામનગર શહેર છોડી દેવા ધાક ધમકીઓ આપી હતી. અને ડીમોલેશન મુદે કલેકટર કે. એસપીને રજુઆત કરવા નહી આવો તો જ મોબાઇલ મળશે તેવુ કહયુ હતુ. જે અંગે યુવા ભીમ સેનાના અધ્યક્ષ ડી. ડી. સોલંકી દ્વારા સિવીલ હોસ્પિટલ ચોકથી સમાજના આગેવાનો સાથે રેન્જ આઇજીની ઓફીસે પહોંચ્યા હતા અને જયા ગેરવર્તન કરનાર જામનગરના પોલીસ કર્મીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રેન્જ આઇજીને આવેદન પત્ર પાઠવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *