પોલીસે રૂા.1.20 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
ભાયાવદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હોય કે, પ્રફુલભાઇ બચુભાઇ ભટાસણીયા રહે પ્રાસલા વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં તેઓ પોતાના આર્થીક ફાયદા સારૂૂ બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે તેર પત્તીનો સીકીડીકી (રમી) નામનો જુગાર રમી રમાડી લાઈટ-પાણીની તથા જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે.
પોલીસે રેડ દરમિયાન જુગાર રમતા પ્રફુલભાઇ બચુભાઇ ભટાસણીયા રહે પ્રાંસલા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ, કેશુભાઇ મનુભાઇ ઓડેદરા રહે. પ્રાંસલા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ, કેશુભાઇ ઉર્ફે જોન્ટી હરદાસભાઇ ઓડેદરા રહે પ્રાંસલા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ, ગીરીશભાઇ મગનભાઇ ગુજરાતી રહે. પ્રાંસલા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ, દીપકભાઈ દેવાયતભાઈ બારડ રહે પ્રાંસલા ગામ તા.ઉપલેટા જી રાજકોટ, જયેશભાઇ મનુભાઇ મુછડીયા રહે. પ્રાંસલા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ, ગોવિંદભાઇ જેઠાભાઇ ખાણીયા રહે મેરવદર ગામ તા.ઉપલેટા જી રાજકોટનાં શખ્સોને રોકડા રૂૂપીયા કિ.રૂૂ 21,520/-, મોબાઇલ ફોન કિ.રૂૂ 21,000/-, મો.સા વાહન કિ.રૂૂ. 70,000/-, ગંજી પતાના પાના નંગ-52 કુલ કિ.રૂૂ.1,12,520 મુદ્દામાલ કબજે કર્યો હતાં. આ રેડમાં ઙઈં વી.સી.પરમાર સાહેબ, અજઈં શક્તિસિંહ વનરાનિસંહ જાડેજા, ઙઈ વીપુલભાઇ ધીરૂૂભાઇ મેટાળીયા, અજઈં અરૂૂણભાઈ રામજીભાઈ ખટાણા, ઙઈ રાત્યપાલસિંહ ભળદેવસિંહ જાડેજા, ઞકછ અજયભાઇ બાબુભાઇ સોરઠીયા પોલીસ કર્મીઓ જોડાયા હતાં.
