ભાયાવદરના પીઆઈ અને ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

કેરાળા ગામે રાજકોટના બૂટલેગર એલસીબીએ ઝડપી પાડેલા દારૂ મામલે એસપી હિમકર સિંહ દ્વારા લેવાયેલ પગલાં ભાયાવદરના કેરાળા ગામે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રાજકોટના બુટલેગરનો દારૂનો…

કેરાળા ગામે રાજકોટના બૂટલેગર એલસીબીએ ઝડપી પાડેલા દારૂ મામલે એસપી હિમકર સિંહ દ્વારા લેવાયેલ પગલાં

ભાયાવદરના કેરાળા ગામે ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી રાજકોટના બુટલેગરનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ આ મામલે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પીઆઈ અને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે. ભાયાવદરના કેરાળા ગામે રાજકોટના બુટલેગર ધવલ રસિક સાવલિયા અને હાર્દિક જોગરાજિયાએ એક મકાન ભાડે રાખી દારૂનો જથ્થો કટીંગ કરવા માટે છુપાવ્યો હતો. જેની બાતમી મળતા ગત તા. 11 ફેબ્રુઆરીએ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી 14.35 લાખની કિમતનો દારૂ-બીયરનો જથ્થો અને વાહનો મળી રૂા. 17.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ દરોડામાં બુટલેગર ધવલ અને હાર્દિક તથાવાહન ચાલક ફરાર થઈ ગયા હતાં. નામચીન બુટલેગર ફિરોજનો સાગરીત ધવલ ભાયાવદરના કેરાળા ગામે મકાન ભાડે રાખીને દારૂનું કટીંગ કરે તે પૂર્વે જ એલસીબીએ દરોડો પાડ્યો હતો. આ દરોડા બાદ ભાયાવદર પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફ સામે જિલ્લા પોલીસવડા હિમકરસિંહે તપાસના આદેશ આપ્યા હતાં અને આ દરોડા બાદ પીઆઈ બી.ડી. મજીઠીયા, એએસઆઈ મેહુલ સુવા, હેડ કોન્સ્ટેબલ લાલજી તલસાણિયા અને કોન્સ્ટેબલ મેરુભાઈ મકવાણાને સસ્પેન્ડ કરી નાખતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *