ભાવનગર ડિસ્ટ્રિકટ બેંકનો ડેટા હેક કરી 7 કરોડ ઉપાડી લીધા

સાયબર ગઠિયાઓનું મહા કારસ્તાન, મોબાઈલ એપ.ના માધ્યમથી ત્રણ બ્રાન્ચ સાથે ફ્રોડ નવતર પ્રકારના ફ્રોડની તપાસ માટે 25 તજજ્ઞોની ટીમ કામે લગાડાઈ લોકોના ખાતામાંથી પૈસા ઉપડી…

સાયબર ગઠિયાઓનું મહા કારસ્તાન, મોબાઈલ એપ.ના માધ્યમથી ત્રણ બ્રાન્ચ સાથે ફ્રોડ

નવતર પ્રકારના ફ્રોડની તપાસ માટે 25 તજજ્ઞોની ટીમ કામે લગાડાઈ

લોકોના ખાતામાંથી પૈસા ઉપડી જવાની સાથો સાથ હવે બેન્કોની થાપણો સુધી સાયબર હેકર્સ પહોંચી ગયા છે. રવિવારની રજાના દિવસે મોબાઇલ એપ્લીકેશનના માધ્યમ સાથે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્કના ડેટા હેક કરી સીક્યુરીટી સિસ્ટમને ક્રેક કરી વિધિ ત્રણેક બ્રાંચમાંથી સાત કરોડ જેવી માતબર રકમની ઉચાપત થઇ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ અંગેની જાણ થતા હેડ ઓફીસ દ્વારા જિલ્લાની તમામ બ્રાંચોમાં બેન્કની કામગીરી સ્થગિત કરી દેવાઇ હતી અને 25 જેટલા તજજ્ઞોની ટીમ તપાસમાં કામે લગાડી હતી. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેન્કની વિવિધ 88 શાખામાં 1.25 લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે અને તેના ડેટાની પણ જરૂૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય હોવા છતા ગઇકાલે રવિવારે ચોક્કસ તત્વો અને સાયબર ફ્રોડના જાણકાર ઇસમો દ્વારા બેન્કની સંપૂર્ણ સિસ્ટમ હેક કરીને ડેટા સિક્યુરીટીને ક્રેક કરી હેકર્સ દ્વારા વિવિધ બ્રાંચમાંથી અંદાજે સાતેક કરોડનું ફ્રોડ કરી પૈસા ઉપડી ગયા હતાં.

જો કે, આજે સવારે વર્કિંગ દિવસ દરમિયાન સિસ્ટમ ખોલતાની સાથે જ ફ્રોડ થયું હોવાનું જણાતા હેડ ઓફીસ દ્વારા તુર્ત જ ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્કની તમામ 88 શાખાની કામગીરી સ્થગિત કરવાના આદેશો આપવામાં આવ્યા હતાં અને કામગીરી બંધ કરી દેવાઇ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં સિદસર, સુભાષનગર સહિતની ત્રણ કે ચાર બ્રાંચમાં આ સાયબર ફ્રોડ આચરાયું હોવાનું જાણવા મળેલ છે. જો કે, સમગ્ર ઘટનાની ગંભીરતાને લઇ તાકીદની અસરથી 25 તજજ્ઞાોની ટીમ સાથે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂૂ કરવામાં આવ્યો છે. જ્યારે આ તપાસ આવતીકાલ સુધી પણ શરૂૂ રહેશે તેમ જણાય છે.

આ સંદર્ભે બેંકના પદાધિકારીઓએ પોલીસનો પણ સંપર્ક કર્યો છે અને સંભવત: આવતીકાલે ફરિયાદ નોંધાવાશે તેમ જનરલ મેનેજર કેવડીયાએ જણાવ્યું છે. સાતેક કરોડનો આંકડો હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યો છે. જ્યારે જી.એલ. હેડ હેઠળથી આ રકમ વધવાની સંભાવના પણ સેવાઇ રહી છે. આમ હાલના સાયબર ક્રાઇમ વ્યક્તિગતની સાથે સિધી બેન્કને ટાર્ગેટ બનાવવાનો બનાવ સામે આવતા ખાતેદારોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

ડિસ્ટ્રીક કો.ઓ. બેન્કની તપાસમાં આ ફ્રોડ મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જેમાં કોઈ મોબાઈલ ધારકે આટલી મોટી રકમની બેન્ક ડેટા હેક કરીને ઉચાપત કરી હોવાનું જણાય છે. જોકે આ દિશામાં પણ તપાસ ટીમની કવાયત શરૂૂ હોવાનું જણાય છે.

ચાલી રહેલી તપાસમાં સાતેક કરોડના સાયબર ફ્રોડમાં મોબાઈલ એપ્લીકેશન હોવાનું અને સાથો સાથ અલગ અલગ ચાર મોબાઈલનો ઉપયોગ થયો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે આ ચાર પૈકી હાલ એક મોબાઈલ નંબર શંકાના પરીધમાં છે. જેનો 600ના આંકથી શરૂૂ થાય છે. જોકે આ પ્રકારનો નંબર ક્યાનો છે કોનો છે તેની પણ તપાસ આદરી છે તો સાથો સાથ અય ત્રણ નંબરો ડિટેક્ટ કરવા પણ કવાયત આરંભી હોવાનું જણાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *