ભગવતીપરા શેરી નં. 4માં રહેતાં કરસનભાઇ આતુભાઇ દેવરીયા (ઉ.વ.58) સાંજે ઘરે હતાં ત્યારે છાતીમાં દબાણ થયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર કરસનભાઇ પાંચ બહેન અને ચાર ભાઇમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ માર્કેટ યાર્ડમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતાં હતાં. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી.
