ભાદરવો ભરપૂર; લો પ્રેશર ગુજરાત નજીક, અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે.…

ગુજરાતમાં ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે. જેના પરિણામે ભાદરવો ભરપુર હોય, તેમ ગઈકાલ રાતથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આજથી જ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂૂ થઈ ચુક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ આગામી 24થી 36 કલાકમાં ગુજરાત ઉપર આવી જશે. આ સિસ્ટમ જેમ-જેમ આગળ વધતી જશે, તેમ-તેમ વરસાદની તીવ્રતા વધતી જશે.

બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હાલ મધ્ય પ્રદેશ ઉપર સ્થિત થઈ ગઈ છે. જે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા છોટા ઉદેપુર, દાહોદ જેવા જિલ્લા અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે. જો કે આ સિસ્ટમનો સિયર ઝોન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર રહી શકે તેવું અનુમાન છે.
હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે આગામી દિવસો માટેની આગાહી જાહેર કરવામાં આવી છે. જેમાં આવતીકાલે તા.5ને શુક્રવારે મોરબી જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તા.6ને શનિવારે મોરબી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરાઈ છે. આ દિવસે સુરેન્દ્રનગર જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તા.7ને રવિવારના રોજ પણ મોરબી જીલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે પણ અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

આ દિવસે કચ્છ જીલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તા.8ને સોમવારના રોજ મોરબી જીલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે સામાન્ય વરસાદ પડવાની આગાહી જાહેર કરાઇ છે. ત્યારબાદ હવામાન સામાન્ય થાય તેવી શકયતા છે. તેમજ વલસાડ, નવસારી, દમણ, ભાવનગર, અમરેલી, બોટાદ, ભરૂચ, સુરત, છોટાઉદેપુર, અમદાવાદ, આણંદ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *