રાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરાર

  બે દિવસ કામે રહ્યા બાદ ત્રીજા દિવસે સોનું લઇ ફરાર થઇ ગયો, પોલીસે બે મહિને ફરિયાદ નોંધી સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો…

 

બે દિવસ કામે રહ્યા બાદ ત્રીજા દિવસે સોનું લઇ ફરાર થઇ ગયો, પોલીસે બે મહિને ફરિયાદ નોંધી

સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા લાખો-કરોડોનું સોનું લઈ ફરાર થઈ જવાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે. બંગાળથી આવીને અહીં વસવાટ કરતાં કેટલાક લેભાગુ તત્વો થોડાક સમય સુધી સોની વેપારીઓ સાથે કામ કરી જેવું કોઈ મોટું સોનું ઘડાવવા અને દાગીના બનાવવા માટે તેઓ પાસે આવે કે તરત વિશ્વાસ કેળવીને સોનું લઈને પલાયન થઈ જાય છે.વેપારીઓ વિશ્વાસે છેતરાયા રહે છે ને પોલીસ દોડતી રહે તેવુ થાય છે.

ત્યારે રાજકોટમાં વધુ એક ઘટના સામે આવી છે.જેમાં રાજકોટ સોની બજાર દરબાર ગઢ ચોકમાં રહેતા કલ્પેશભાઈ મથુરભાઈ કાતરીયા (ઉ.વ.34)એ બંગાળી કારીગર અક્ષય બાઉડીનું નામ આપતા તેમની સામે ચોરી કરી હોવાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.કલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા ઘરે નીચેના ભાગે માણેક ગોલ્ડ કાસ્ટીંગ નામે કારખાને બેસી સોનાના દાગીના મજુર રાખી બનાવવાનુ કામ ક રૂૂ છુ અને મારે ત્યાં ત્રણ મજુર કામ કરે છે.

આજથી બારેક વર્ષ પહેલા હુ સુરત અમર જવેલર્સમા નોકરી કરતો હતો ત્યારે ત્યાં અક્ષય બાઉળી સાથે સંપર્ક થયેલ હતો બાદ હું છેલ્લા આઠ-નવ વર્ષથી મારા ઘરે ગ્રાઉન્ડ ફલોરમા સોનાના દાગીના બનાવવાનુ કામ કાજ કરૂૂ છુ અને તા.1/10ના રોજ આ અક્ષય બાઉળી મારા કારખાને આવેલ અને કામે રાખવાનુ કહેતા મે તેને કામે રાખેલ હતો અને તે રામનાથપરા શેરી નં.14 મા રહેતો હતો અને ગઇ તા.04/10ના રોજ રાબેતા મુજબ સવારના નવેક વાગ્યે મે મારા ઘરે નીચે મારૂૂ કારખાનુ ખોલેલ હતુ અને થોડીવારમા મારા પત્નિ ત્રીગુણાએ મને ફોન કરી નાસ્તો કરવા બોલાવેલ અને હુ ઉપર નાસ્તો કરવા ગયેલ ત્યારે મારા ઘરની બેલ વાગતા મારા પત્નિ નીચે જઇ દરવાજો ખોલેલ અને ઉપર આવી મને વાત કરેલ કે નવો કારીગર અક્ષય બાઉળી આવેલ છે
તેમ વાત કરેલ અને મને યાદ આવેલ કે મે કારખાનામા તીજોરી ખોલેલ છે તેની ચાવી તીજોરીમા જ રહી ગયેલ છે જેથી હુ તુરત જ નીચે મારા કારખાનામા જતા ત્યા આ અક્ષય બાઉળી જોવામા આવ્યો નહીં.

ત્યાં તીજોરીમા જોતા પાર્ટી તરફથી આવેલ પ્યોર સોનુ વજન 270.280 ગ્રામ તથા અઢાર કેરેટ સોનાનો ભુકો વજન આશરે 38.740 ગ્રામનો જોવામા આવેલ નહી જેથી મે ઘરની બહાર શેરીમા જોતા આ અક્ષય બાઉડી જોવામા આવેલ નહી અને મે તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા તેના નંબર બંધ આવેલ જે થી તેના રામનાથપરા શેરી નં. 14 મા જઇ તપાસ કરતા ત્યાં પણ મળી આવેલ નહી.આ અક્ષય બાઉડી મારા કારખાનેથી વેપારીનુ ફાઇન સોનુ દાગીના બનાવવા આપેલ તે વજન 270.280 ગ્રામ જેની કી.રૂૂ. 32,97,416/- તથા અઢાર કેરેટ સોનાનો ભુકો વજન આશરે 38.740 ગ્રામ જેની કી.રૂૂ.3,54, 100/- એમ કુલ રૂૂ. 36,51,516/-ની થાય તે સોનાની ચોરી કરી લઇ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *