લોકશાહી પર્વને ફરી હિંસાનું ગ્રહણ, અનેક જગ્યાએ TMC-BJP વચ્ચે બબાલ, પહેલી વખત ચૂંટણીમાં NSA ઉતારાઇ, BSFના DG પણ ખુદ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા
પશ્ચિમ બંગાળમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં રાજ્યની હાઈ-પ્રોફાઈલ બેઠક ભવાનીપુર પર સૌની નજર ટકેલી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિપક્ષી નેતા શુભેન્દુ અધિકારી વચ્ચેની આ સીધી ટક્કરે રાજકીય ગરમાવો વધાર્યો છે. જોકે, આ લોકશાહીના પર્વ પર ફરી એકવાર હિંસાનું ગ્રહણ લાગ્યું છે, જ્યાં અનેક સ્થળોએ TMC અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ મતદારોએ ભારે સંખ્યામાં ઉમટી પડીને જૂના રેકોર્ડ તોડ્યા છે. બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 61.11% મતદાન નોંધાયું છે, જે હિંસા અને તણાવ વચ્ચે પણ જનતાના મજબૂત મનોબળને દર્શાવે છે.
બંગાળમાં ચૂંટણી દરમિયાન થતા બોમ્બ વિસ્ફોટો અને ગંભીર હિંસાની ઘટનાઓને રોકવા માટે આ વખતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ને વિશેષ રીતે સક્રિય કરવામાં આવી છે. ભારતીય ચૂંટણીના ઇતિહાસમાં આ કદાચ પ્રથમ ઘટના છે જ્યાં ગઈંઅ ની ટીમોને મતદાનના દિવસે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે. એજન્સી ખાસ કરીને ક્રૂડ બોમ્બ બનાવવાના એકમો અને આંતરરાષ્ટ્રીય સરહદેથી થતી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી રહી છે, જેથી કોઈ પણ પ્રકારના મોટા આતંકી હુમલા કે વિસ્ફોટને રોકી શકાય.
સુરક્ષાની ગંભીરતાને જોતા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ના ડાયરેક્ટર જનરલ (DG) પોતે આજે બંગાળમાં હાજર છે. સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી રોકવા અને સંવેદનશીલ બૂથ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેઓ સતત ફિલ્ડ વિઝિટ કરી રહ્યા છે. કેન્દ્રીય દળોની 800 થી વધુ કંપનીઓ અને હજારો જવાનોએ આજે બંગાળને છાવણીમાં ફેરવી દીધું છે.
આજના તબક્કામાં કુલ 142 બેઠકો પર ભાવિ નક્કી થશે. NIA અને BSF ની કડક નજર હેઠળ ચાલી રહેલા આ મતદાનમાં હિંસાની નાની-મોટી ઘટનાઓ છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. બપોર સુધીમાં રેકોર્ડબ્રેક મતદાન નોંધાયું છે. હવે જોવાનું એ રહેશે કે આ લોખંડી સુરક્ષા વચ્ચે બંગાળની જનતા કોના પર વિશ્વાસ મૂકે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દરેક બૂથ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે, અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો ગઈંઅ ની ટીમ તાત્કાલિક તપાસ માટે તૈયાર છે.
ટીએમસી અને ભાજપ વચ્ચે ઠેર-ઠેર લોહિયાળ અથડામણ
દક્ષિણ 24 પરગણા: ભાંગર અને શાંતિપુરમાં પણ બોમ્બ ફેંકવાની અને કેમ્પ ઓફિસોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી છે.
હુગલી: ખાનકુલ વિધાનસભા વિસ્તારમાં બૂથ નંબર 147 અને 148 પર TMC અને ભાજપના એજન્ટો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. CRPFની મહિલા ટુકડીએ દરમિયાનગીરી કરીને સ્થિતિ થાળે પાડી હતી.
નાદિયા (ચાપરા): ભાજપે આક્ષેપ કર્યો છે કે ઝખઈના ગુંડાઓએ તેમના પોલિંગ એજન્ટ મોશારફ મીર પર જીવલેણ હુમલો કર્યો છે, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
શાંતિપુર: અહીં ભાજપની કેમ્પ ઓફિસમાં તોડફોડની ઘટના બની છે, જેનો આરોપ સત્તાધારી પક્ષ પર લગાવવામાં આવ્યો છે.
ભાંગર: દક્ષિણ 24 પરગણાના ભાંગરમાં ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ) ના એજન્ટોને બૂથમાં પ્રવેશતા અટકાવવા બદલ તણાવ સર્જાયો હતો.
ભવાનીપુરમાં હંગામો: મમતા-શુભેન્દુના સમર્થકો વચ્ચે ઘર્ષણ
ભવાનીપુર મતવિસ્તારમાં મતદાન મથકની બહાર જ ભારે હોબાળો જોવા મળ્યો હતો. જ્યારે શુભેન્દુ અધિકારી એક બૂથની મુલાકાતે પહોંચ્યા ત્યારે ઝખઈ સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા અને ’ચોર-ચોર’ના નારા લગાવ્યા હતા. વળતા જવાબમાં ભાજપના કાર્યકરોએ ’જય શ્રી રામ’ના નારા લગાવતા વાતાવરણ તંગ બની ગયું હતું. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો છે કે, “કેન્દ્રીય દળો ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને સ્થાનિકોને ડરાવી રહ્યા છે.
