બેન સ્ટોક્સ બન્યો BBLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

  બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે હવે બિગ બેશ લીગ (BBL) ના ઇતિહાસમાં…

 

બેન સ્ટોક્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તેણે હવે બિગ બેશ લીગ (BBL) ના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. તેને એડિલેડ સ્ટ્રાઇકર્સ દ્વારા 265,000 પાઉન્ડમાં ખરીદવામાં આવ્યો હતો, જે લગભગ ₹3.9 કરોડ (આશરે 39 મિલિયન) ની સમકક્ષ છે.

બિગ બેશ લીગની જૂની ડ્રાફ્ટ સિસ્ટમમાં એક ખેલાડી મહત્તમ 220,000 પાઉન્ડ મેળવી શકતો હતો પરંતુ બેન સ્ટોક્સે એક નવો ધોરણ સ્થાપિત કર્યો છે. BBL એક ઓસ્ટ્રેલિયન લીગ હોવાથી સ્ટોક્સને ઓસ્ટ્રેલિયન ચલણમાં 500,000 મળશે. સ્ટોક્સે એડિલેડ સ્ટ્રાઇકર્સ સાથે જોડાવા બદલ પણ ખુશી વ્યક્ત કરી છે.

બેન સ્ટોક્સે એડિલેડ સ્ટ્રાઈકર્સમાં જોડાવા અંગે કહ્યું હતું કે, હું BBL 16 માટે એડિલેડ સ્ટ્રાઈકર્સમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને હંમેશા ઓસ્ટ્રેલિયામાં રમવાનું ગમ્યું છે અને જ્યારે એડિલેડ સ્ટ્રાઈકર્સ માટે રમવાની તક મળી ત્યારે હું તેને ચૂકી જવા માંગતો નથી. રિપોર્ટ અનુસાર, બાબર આઝમ અગાઉ BBL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો. સિડની સિક્સર્સ દ્વારા તેને 420,000 ઓસ્ટ્રેલિયન ડોલરમાં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો.

બેન સ્ટોક્સ અગાઉ બિગ બેશ લીગમાં રમી ચૂક્યો છે અને 12 વર્ષ પછી પાછો ફરશે. 2014-15 સીઝનમાં તેણે મેલબોર્ન રેનેગેડ્સ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. તેણે આ ટીમ માટે ફક્ત ચાર મેચ રમી હતી અને 128 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ લીધી હતી. તે પછી તે ઈંઙક અને ધ હન્ડ્રેડમાં પણ રમ્યો પરંતુ ક્યારેય બિગ બેશ લીગમાં પાછો ફર્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *