ઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યો

આરોપીઓ સગાસબંધી અને મિત્ર સર્કલને કોલ કરી બ્લેક મેઈલ કરતા હતાં યુવાનના મોબાઈલમાંથી લોન ભરપાઈ કર્યાના સ્ક્રિનશોટ મળી આવ્યા માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં…

આરોપીઓ સગાસબંધી અને મિત્ર સર્કલને કોલ કરી બ્લેક મેઈલ કરતા હતાં

યુવાનના મોબાઈલમાંથી લોન ભરપાઈ કર્યાના સ્ક્રિનશોટ મળી આવ્યા

માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં નયનભાઈ વિનોદભાઈ ભાલારા (ઉ.વ.33)એ ગઈ તા.24-7નાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.નયનભાઈએ અલગ-અલગ એપમાંથી લીધેલી પર્સનલ લોન ભરપાઈ કરવા અજાણ્યા આરોપીઓએ તેના સંબંધી અને મિત્રોને વોટસએપમાં મેસેજ કરી નયનભાઈના એડિટિંગ કરેલા નગ્ન ફોટા તેના મિત્રને મોકલી વાયરલ કરતાં નયનભાઈએ આ પગલું ભરી લીધાનું ખુલતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીગ્રામ પોલીસે આ મામલે મૃતકના પિતા વિનોદભાઈ ભાલારા (ઉ.વ.59)ની ફરિયાદ પરથી મેસેજ અને ન્યૂડ ફોટા વાયરલ કરનાર અજાણ્યા નંબર ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. વિનોદભાઈએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈ તા. ર4ના તેના પુત્ર નયનભાઈને કામમાં રજા હોવાથી ઘરના બધા સભ્યો ઘરે જ હતા. ઘરની પાસે મંદિરે જમણવાર હોવાથી તે ત્યાં જતા આવતા હતા. તેની પુત્રી અને પત્ની બહાર શેરીમાં બેઠા હતા જયારે પુત્ર નયન રૂૂમમાં હતો. તેણે સાંજે નયનના રૂૂમે દરવાજો ખટખટાવવા છતાં નહીં ખોલતાં ફોન કર્યો હતો. પરંતુ રિસીવ નહીં કરતાં દરવાજો તોડી અંદર જોતાં તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. 108 મારફતે તેને હોસ્પિટલે ખસેડાતા મૃત્યુ નિપજયું હતું.

બનાવ બાદ તેણે પોતાના પુત્ર નયનના બંને મોબાઈલ ચેક કરતાં તેમાં અલગ-અલગ લોન માટેની એપ્લીકેશન જોવા મળી હતી. તેમજ નયનના મિત્ર યશ રાઠોડે તેને વાત કરી હતી કે નયને તેના મોબાઈલમાં અલગ-અલગ એપમાંથી પર્સનલ લોન લીધી હતી. જે લોનની રકમ ભરવા માટે મને ફોનમાં અજાણ્યા નંબર પરથી વોટસએપ મેસેજ આવેલા હતા. જેમાં નયનભાઈના લોન ભરપાઈ કરવાના મેસેજ હતા.તેમજ નયનના એડિટિંગ કરેલા ન્યૂડ ફોટા હતા.

જેથી આ બાબતે નયનને વાત કરતાં તેણે જણાવ્યું હતું કે આ લોનવાળાએ તો મને હેરાન કરી દીધો છે. લોનના રૂૂપિયા ભરી દીધા છે છતાં તે મને તથા મારા મિત્ર સર્કલ અને સગાસંબંધીમાં અવાર-નવાર ફોન કરી બ્લેકમેઈલ કરે છે, કહી નયને લોનની રકમ ભરેલાનાં સ્ક્રીનશોટ બતાવ્યા હતા. આ વાત સાંભળ્યા બાદ તેને તેના ભત્રીજા રાજુને પણ વાત કરી હતી કે ગઈ તા.16ના અજાણ્યા નંબર પરથી વોટસએપમાં નયને લીધેલી લોનનું પેમેન્ટ કરવાનું તેને કહો તેવા મેસેજ અને કોલ આવેલા હતા. આ બંનેની વાત સાંભળ્યા બાદ તેણે આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *