‘બેટમેન’ બનશે હવે જેમ્સ બોન્ડ 20 વર્ષ બાદ મળ્યો નવો ’007’

હોલીવુડ જગતમાંથી એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા રોબર્ટ પેટિનસનને અધિકૃત રીતે આગામી ’જેમ્સ બોન્ડ’ તરીકે જાહેર કરવામાં આવ્યો…

હોલીવુડ જગતમાંથી એક ખૂબ જ મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત અભિનેતા રોબર્ટ પેટિનસનને અધિકૃત રીતે આગામી ’જેમ્સ બોન્ડ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ’ધ બેટમેન’ અને ’ટેનેટ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી ધૂમ મચાવનાર રોબર્ટ પેટિનસન હવે વિશ્વના સૌથી લોકપ્રિય સિક્રેટ એજન્ટ ’007’ના રોલમાં મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે.

વર્ષો સુધી જેમ્સ બોન્ડના પાત્રને જીવંત રાખનાર પ્રખ્યાત અભિનેતા ડેનિયલ ક્ર્રેગ એ 5 ફિલ્મોમાં આ ભૂમિકા ભજવી છે. ડેનિયલ ક્રેગ વર્ષ 2006માં આવેલી ફિલ્મ ’કેસિનો રોયલ’થી બોન્ડ ફ્રેન્ચાઇઝીમાં આવ્યો હતો અને વર્ષ 2021માં આવેલી ફિલ્મ ’નો ટાઈમ ટુ ડાઈ’ સાથે આ પાત્રને અલવિદા કહી દીધું હતું. આ છેલ્લી ફિલ્મમાં વૈશ્વિક જોખમને રોકવા માટે બોન્ડ પોતાના પ્રાણની આહુતિ આપી દે છે, જેના કારણે ચાહકો પણ ભાવુક થયા હતા. હવે ડેનિયલ ક્રેગના ગયા પછી, રોબર્ટ પેટિનસન આ મહાન વિરાસતને આગળ વધારશે.

જેમ્સ બોન્ડનું પાત્ર પ્રખ્યાત લેખક ઇયાન ફ્લેમિંગની નોવેલ પર આધારિત છે. વૈશ્વિક સિનેમાની આ સૌથી મોટી અને લોકપ્રિય ફ્રેન્ચાઇઝીની પ્રથમ ફિલ્મ ’ડો. નો’ 1962માં રિલીઝ થઈ હતી, જેમાં સૌપ્રથમવાર જેમ્સ બોન્ડ (007)નું પાત્ર શોન કોનરી દ્વારા ભજવવામાં આવ્યું હતું. છેલ્લા 6 દાયકાઓમાં આ ફ્રેન્ચાઇઝીની કુલ 25 ફિલ્મો આવી ચૂકી છે, જેમાં માત્ર 6 જ અભિનેતાઓએ આ આઇકોનિક 007નું પાત્ર ભજવ્યું છે. હવે 26મી ફિલ્મ માટે રોબર્ટ પેટિનસનની પસંદગી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *