ગણેશ આચાર્યે નમો ઘાટ પર લોન્ચ કર્યું બાયોપિકનું ’બમ બમ’ ગીત ભગવાન શિવને સમર્પિત ગીતથી કાશી બન્યું ભક્તિમય, નામાંકિત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ડાન્સની દુનિયામાં ખૂબ નામ કમાયું છે. તેમણે બાળપણમાં ખૂબ સંઘર્ષ વેઠ્યો છે અને ત્યારબાદ આ મુકામ હાંસલ કર્યો છે. હવે તેઓ પોતાની બાયોપિક લઈને આવ્યા છે. કદાચ પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે કોઈ કોરિયોગ્રાફરે પોતાની જ બાયોપિકનું ખુદ ડિરેક્શન કર્યું હોય.
તેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે, જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. વળી, તાજેતરમાં કાશીમાં એક ખાસ અવસર પર તેમણે પોતાની અપકમિંગ બાયોપિકનું નવું ગીત લોન્ચ કર્યું છે.ભોળાનાથની નગરી કાશીમાં ’બમ બમ’ સોંગ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત ફિલ્મનો એક ખાસ હિસ્સો પણ છે. આ ગીત ફિલ્મની શરૂૂઆતથી જ પિક્ચરાઈઝ થઈ જાય છે અને એક ખાસ પ્રકારની ઊર્જા આપે છે. આ ગીતમાં ભગવાન શિવને નાગોના રાજા અને ભૂતોના દેવતા તરીકે પિક્ચરાઈઝ કરવામાં આવ્યા છે. આ ગીત જુનેદ કુમાર અને કલ્યાણ વસંતે ગાયું છે. જ્યારે તેના લિરિક્સ (બોલ) ખુદ ગણેશ આચાર્યે લખ્યા છે. ફિલ્મની સ્ટોરી અને તેનું ડિરેક્શન પણ ગણેશ આચાર્યે જ કર્યું છે. તેનું નિર્માણ સૌંદર્યાએ કર્યું છે.
