બાર કાઉન્સિલના જાયન્ટ કિલર દિલીપ પટેલનું આજે શક્તિ પ્રદર્શન

આજે સાંજે નાગર બોર્ડિંગમાં વિશ્ર્વાસ સંમેલન યોજી દિલીપ પટેલ શક્તિ પ્રદર્શન કરનાર છે. બાર કાઉન્સિલની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં જાગૃત અને વકીલોના પોતિકા ઉમેદવાર દિલીપ પટેલ…

આજે સાંજે નાગર બોર્ડિંગમાં વિશ્ર્વાસ સંમેલન યોજી દિલીપ પટેલ શક્તિ પ્રદર્શન કરનાર છે. બાર કાઉન્સિલની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં જાગૃત અને વકીલોના પોતિકા ઉમેદવાર દિલીપ પટેલ આ વર્ષે ચોથી ટર્મમાં ચૂંટણી જંગમાં ઝંપલાવતા ગરમાવો આવી ગયેલ છે. દિલીપ પટેલ છેલ્લા બે ટર્મથી સતત પ્રથમ ક્રમાંકે ચૂંટાતા આવતા વકીલોના કામથી માનીતા ઉમેદવાર છે તેને જીતાડવા બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, નિલેશ પટેલ, પૂર્વ પ્રમુખ પરેશ મારુ, વિશાલ ગોસાઈ, બિમલ જાની તથા રેવન્યુ બારના પ્રમુખ રમેશ કથીરિયા, વિજય તોગડીયા, ધર્મેશ પાદરીયા, વિમલ ડાંગર, વિરેન વ્યાસ, નરેશ પરસાણા પંકજ દોંગા, અનિલ કાકડીયા, રમેશ કાપડી, અનિલ શંખાવરા સહિતના એક જૂટ થઈને ચૂંટણીમાં દિલીપ પટેલ તરફે મતદાન કરાવવા કમર કશી છે. નોટરી એસોસિએશન પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ, હસમુખ જોશી, જયંત ગાંગાણી, યોગેશ ઉદાણી, હેમાંગ જાની, રાજેશ દવે, રાજભા ગોહિલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત નોટરી એસોસિએશનના 350 વધુ નોટરીઓની મીટીંગ મળેલ. તેમાં તમામ એક અવાજે દિલીપ પટેલને 1 એકડો આપી મતદાન કરવાનું ઠરાવેલ હતું.

રેવન્યુ બારના પ્રમુખ હોદ્દેદારો આનંદ જોશી, સુરેશ સાવલિયા, અજય પીપળીયા, લલિત શંખાવરા, હરેશ ખૂંટ, જે.સી.પરસાણા, ભાર્ગવ ખુંટ, હરેશ પરસાણા, તુષાર સખીયા, હિતેશ રાદડિયા, મનુભાઈ ગજેરા, રજની ગજેરા, રાજેશ ખાખરીયા, હિતેશ રાદડિયા, અશ્વિન રામાણી, રમેશ દોંગા, અશ્વિન શેખલિયા, ભાવેશ પટેલ, નયન પંજવાણી, સહિતના લગભગ 100 થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા રેવન્યુ બારના તમામ સભ્યોએ દિલીપ પટેલને ખુલ્લું સમર્થન આપેલ હતું. ક્લેઇમ બારના પ્રમુખ ગોપાલ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, કપિલ શુક્લા, સ્તવન મહેતા, કે.જે.ત્રિવેદી, સુનિલ મોઢા, જે.જે.ત્રિવેદી, અજય સાંગાણી, દિનેશ પટેલ, સહિતના ક્લેઇમ બારના સભ્યોએ એક જૂટ થઈને અને ઉમેદવાર દિલીપ પટેલને જંગી બહુમતીથી જીતાડવા થનગનાટ અનુભવી રહેલ છે.

તમામ બાર એસોસિએશનનું સમર્થન દિલીપ પટેલને મળેલ હોય, ત્યારે વિશાળ સંખ્યા ધરાવતા મહિલા બારે એસોસિએશન દ્વારા અનેક પ્રવૃત્તિ મહિલા વકીલો માટે કરી હોય, ત્યારે પ્રમુખ નયનાબેન ચૌહાણ, સ્મિતા અત્રિ, મહેશ્વરી ચૌહાણ, બીનલ રવેશિયા, રક્ષાબેન ઉપાધ્યાય, પ્રગતિ માકડીયા, અંજુ ચૌહાણ, એકતા જોશી, પ્રતીક્ષા પાઘડાળ, રાજવી દોંગા, પૂર્વા પટેલ, ધારા મૂળશા, ખુશી પટેલ, વંદના પોપટ, રશ્મિ ઠાકર, ટ્વિકલ ચુડાસમા, શ્વેતા ડુબે, શોભના ડાભી, સીમાબેન, અલ્પા પટેલ, હેતલ અપારનાથી, રચના ક્કડ, દક્ષાબેન સહિતના 200 થી વધુ મહિલા ધારાશાસ્ત્રીઓએ એક જૂટ થઈ અને દિલીપ પટેલને ફરીથી નંબર 1 બનાવવા થનગની રહેલ છે. એ.જી.પી. દિલીપ મહેતા, પરાગ શાહ, અતુલ જોશી, મુકેશ પીપળીયા, અનિલ ગોગીયા સહિતના તેના મિત્રોને ફોન કરી સંપર્ક કરી મતદાન કરવા સમજાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *