રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને કરાઈ રજૂઆત
રાજકોટના વકીલોની માતૃ સંસ્થા બાર એશોસીએશન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રકચ્છના તમામ જિલ્લાઓ અને તાલુકાના પ્રમુખ, સેક્રેટરી અને રાજકોટ બારના સીનીયર ધારાશાસ્ત્રીઓની એક મીટીંગનું આયોજન રાજકોટમાં કાલાવડ રોડ પર આત્મિય યુનિવર્સીટી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેની પ્રપોઝલ તૈયાર કરવાનું અને કમિટી બનાવવાનું નકકી કરવામાં આવ્યું હતું.
જે અન્વયે રાજકોટ બાર એશોસીએશનના હોદેદારો દ્વારા રાજકોટના બારના સીનીયર એડવોકેટોના માર્ગદર્શન હેઠળ એક પ્રપોઝલ તમામ ફેકટ અને ફીગર સાથે તૈયાર કરવામાં આવ્યું હતું. જે પ્રપોઝલ રાજકોટ બાર એશોસીએશન દ્વારા ચુંટણીના આગલા દિવસે કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા, કાયદા વિભાગના સેક્રેટરી તેમજ રાજય સરકારમાં ગર્વનર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કાયદામંત્રી, ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ તથા કાયદા વિભાગના સેક્રેટરીને રજુઆત કરવામાં આવી છે.
જેમાં ભારત દેશના વિવિધ રાજયોમાં કયા રાજયમાં કેટલી હાઈકોર્ટ બેંચ કાર્યરત છે તે રાજયમાં કેટલા કેસોનું ભારણ છે તે રાજયની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ કાર્યરત હાઈકોર્ટમાં જે તે રાજયમાં કેટલી વસ્તી આવેલ છે અને શા માટે રાજકોટ શહેરને સૌરાષ્ટ્રકચ્છની હાઈકોર્ટ બેંચની જરૂૂરિયાત છે તે કેસોના ભારણના કારણે તથા ભૌગોલિક પરિસ્થિતિના કારણે સમગ્ર સૌરાષ્ટ્રકચ્છની અઢી કરોડ જનતાના હિતને ધ્યાને લઈને તેમજ રાજકોટ શહેરમાં તમામ ભૌગોલિક પરિસ્થિતિ સાનુકુળ હોય તે સંદર્ભે તમામ ફેકટ અને ફીગર સાથેની પ્રપોઝલ સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એકટ-1956ની કલમ51 હેઠળ તેમજ બોમ્બે રીઓર્ગેનાઈઝેશનની કલમ-28 હેઠળ તૈયાર કરવામાં આવેલ અને અગાઉ ભારત દેશ સ્વતંત્ર થયેલ તે પહેલાં પણ રાજકોટમાં હાઈકોર્ટ બેંચ આવેલ હતી અને ગુજરાત રાજયની સ્થાપના થયેલ ત્યારે પણ રાજકોટમાં હાઈકોર્ટ બેંચ કાર્યરત હતી. પરંતુ ત્યારબાદ મુંબઈ રાજયમાંથી ગુજરાત રાજય અલગ પડતા ગુજરાત રાજયની હાઈકોર્ટ બેંચ અમદાવાદમાં કાર્યરત થઈ હતી. આ સૌરાષ્ટ્ર-કચ્છની હાઈકોર્ટ બેંચ રાજકોટને મળે તે 43 વર્ષની જુની માંગ પરિપૂર્ણ કરવા માટેના સનિષ્ઠ પ્રયાસ હાલની કાર્યરત રાજકોટ બાર એશોસીએશનની કમિટી દ્વારા કરવામાં આવી છે.
