સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર પ્રમુખ-સેક્રેટરીએ ઠરાવ કરી નાખતા ધૂંધવાટ, તાકીદની બેઠક બોલાવાઇ?
રાજકોટમાં કણકોટ રોડ પર લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધારા અને પીઆઇ પાદરીયા વચ્ચે થયેલી મારામારીના પ્રકરણમાં રાજકોટ બાર એસો.નાં પ્રમુખ અને સેક્રેટરીએ સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર પીઆઇ પાદરીયાનો કેસ નહી લડવા બારોબાર ઠરાવ કરી નાખતા બાર એસોસિએશનના સભ્યોમાં ઘુંઘવાટ જોવા મળી રહયો છે. પ્રમુખ અને સેક્રેટરીએ કરેલા ઠરાવને સમર્થન કે પછી ઠરાવ રદ કરવો તે અંગે તાકીદની બેઠક બોલાવાઇ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
રાજકોટમાં કણકોટ રોડ પર લગ્ન પ્રસંગમાં સરદારધામના ઉપપ્રમુખ અને ભાજપના પૂર્વ કોર્પોરેટર જયંતિભાઇ સરધારા અને પીઆઇ પાદરીયા વચ્ચે થયેલી મારામારી થઇ હોવાની ઘટનામાં પીઆઇ પાદરીયા વિરૂધ્ધ હત્યાની કોશિષ સહીતની કલમો હેઠળ ફરીયાદ નોંધાય હતી. સરધારા અને પાદરીયા વચ્ચેના વિખવાદના ઘેરા પડઘા પડયા છે અને પીઆઇ પાદરીયા અને સરધારાના સમર્થનમાં પોસ્ટવોર શરૂ થઇ છે. ત્યારે પીઆઇ પાદરીયા અને સરધારાના વિખવાદમાં રાજકોટ બાર એસોસિએશને પણ ઝંપલાવ્યુ હોય તેમ સરદારધામના ઉપપ્રમુખ અને ઉદ્યોગપતિ જયંતિભાઇ સરધારા ઉપર થયેલા હુમલાને બાર એસોસિએશન શખ્ત શબ્દોમાં વખોડી કાઢયો હતો અને હુમલાખોર પીઆઇ પાદરીયાનો કેસ નહી લડવા બાર એસોસિએશને ઠરાવ કરી નાંખ્યો હતો.
બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલો ઠરાવ પ્રકાશમાં આવતા આ ઠરાવ બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીએ અન્ય હોદેદારોની વિશ્ર્વાસમાં લીધા વગર કરી નાખ્યો હોવાનુ ઘુંઘવાટ શરૂ થયો છે. હકીકતમાં બાર એસોસિએશનને કોઇપણ ઠરાવ કરવો હોય તો 16 હોદેદારોમાંથી 9 હોદેદારોની હાજરી હોવી જરૂરી હોય છે. પરંતુ પ્રમુખ અને સેક્રેટરીએ પોતાની જાતે સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના ઠરાવ કરી નાખતા બાર એસોસિએશનના અન્ય હોદેદારોમાં ગણગણાટ શરૂ થયો છે. જેને પગલે બાર એસોસિએશન દ્વારા આજે તાકીદની બેઠક બોલાવી હોવાનુ ચર્ચા છે. જે બેઠકમાં પ્રમુખ અને સેક્રેટરીએ કરેલા ઠરાવને સમર્થન આપવુ કે પછી ઠરાવ રદ કરવો તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવુ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.