છેલ્લા કેટલાં દાયકાઓમાં વિશ્વ લેવલે વિકાસના અનેક ચમત્કારો સર્જાયા. જેમકે ઊંચી ઈમારતો, ફેક્ટરીઓ, અત્યાધુનિક મશીનો, વિજ્ઞાનના અજોડ કારનામા અને સૌથી ખાસ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ ટેક્નોલોજી વગેરે જેવા અનેક બદલાવ આપણે દેશમાં ઘણા જોયા, પરંતુ આ બદલાવની સાથે જ સૌથી મહત્વની અને જીવન જરૂૂરિયાત પાણીના સ્તરમાં ઘણું નુકસાન પણ થયું છે. આજે ઠેર ઠેર પાણીની અછત વર્તાઇ રહી છે. પાણીના સ્તર દિવસે ને દિવસે ઊંડા થતા જાય છે. આવનારા સમયમાં આ મુસીબત અતિ વિકરાળ સ્વરૂૂપ ધારણ કરશે જ, જો સમયસર યોગ્ય પગલાં નહીં લઈએ.
આજે કરોડો લોકો પાસે પીવાનું સ્વચ્છ પાણી નથી. નદીના સ્વચ્છ પાણીમાં ગંદકી અને ગટરોના સીધા નિકાલને લીધે નદીઓ પણ પોતાની શુદ્ધતા ખોઈ બેઠી છે. ભારતમાં પવિત્રમાં પવિત્ર ગણાતી ગંગા અને જમુના જેવી અનેક નદીઓમાં રોજ અઢળક કચરો અને ગટરોનું પાણી ઠલવાઈ રહ્યું છે, પરિણામે માણસો અનેક રોગોના શિકાર પણ બનવા લાગ્યા છે. ભારતમાં નદીઓને માતા તરીકે પૂજાય પણ છે, અને કચરાપેટી સમજીને કચરો પણ અઢળક ઠલવાય છે. માણસો આજનું પણ વિચારતા નથી તો આવનારી પેઢી શું કરશે?? દર વર્ષે 22 માર્ચે ‘ૂજ્ઞહિમ ૂફયિિં મફુ‘ ઉજવવામાં આવે છે. આ ઉજવણી ફક્ત આપણને એ જ યાદ અપાવવા માટે છે કે, “જો જીવન બચાવવું હોય તો પર્યાવરણ અને પાણી બચાવવું એટલું જ જરૂૂરી છે.” જરા વિચારો, “આજે પાણી માટે આ હાલ છે તો આવનારી પેઢી પાણી માટે લડાઈઓ કરશે તો પણ પાણી નહીં જ મળે.”
પવિત્ર નદીઓ જ પ્રદૂષિત થાય એટલે જમીન, ખેતી, પાણીનું સ્તર કે માનવીનું આરોગ્ય બધું જ જોખમાય છે. વાસ્તવમાં જો નદીઓ બચાવવી હોય તો સૌથી પહેલા મનુષ્યનું મન શુદ્ધ હોવું જરૂૂરી છે. જેથી નદીઓમાં આડેધડ પ્લાસ્ટિક, કેમિકલ, ઉદ્યોગોનો કચરો, ગટરનું પાણી કે દરેક ધાર્મિક કાર્ય બાદનો કચરો નદીઓમાં નાખતા પહેલાં વિચારી શકાય. ઉપર દર્શાવેલી દરેક વસ્તુઓને અગ્નિથી પણ બાળી શકાય છે, પણ આપણે તો સહેલું લાગે એ કાર્ય કરતા રહીએ છીએ અને ધર્મ સાથે જોડાયેલી વસ્તુઓને બાળવા કરતાં પધરાવવામાં માનીએ છીએ, પછી ભલે એ લાંબા ગાળે આપણને ભયંકર નુકસાન કરે. જો ભવિષ્યનો નાનો અમથો પણ ખ્યાલ આવે તો નદીઓને આજથી જ દૂષિત નહીં કરીએ. દરેક મનુષ્ય પોતાની નૈતિક જરૂૂરિયાત સમજીને નાની તો નાની શરૂૂઆત પોતાનાથી શરૂ કરે તો જ દેશમાં બદલાવ લાવી શકાય.
આપણી સરકાર કાયદાઓ તો અનેક બનાવે છે. અમલમાં પણ મૂકે જ છે, પરંતુ જો કાયદાઓનું ઉલ્લંઘન થાય તો છટકબારી પણ એવડી જ મૂકી રાખી છે. જેથી માણસો ત્યાંથી આસાનીથી છટકી શકે. દરેક કાયદાઓનું પાલન ત્યારે જ થાય જો એની સજા પણ આકરી હોય. કાશ! વિદેશ જેવી આકરી નીતિ આપણા ભારતમાં પણ જો આવે, તો દરેક માણસ પોતાની ફરજો જાતે નહીં તો સજાના ડર રૂૂપે પણ બજાવે જરૂર.
આમ પણ સરકાર તો કાયદા ઘડે, પણ એનું પાલન તો આમ જનતાએ જ કરવું પડે. જો દરેક વ્યક્તિ પાણી કે કુદરતે આપેલી અમૂલ્ય સંપત્તિનો રખેવાળ બનવા લાગે તો આગલા હજારો વર્ષો સુધી ભારતમાં કશુંય ખૂટી શકે તેમ નથી. આ માટે સરકારે નહીં, પણ માનવીએ ખુદ મક્કમ મનથી અને આજથી જ સૃષ્ટિ બચાવવા મહેનત કરવી પડશે. પર્યાવરણનું જતન અને પાણીને પૈસાની જેમ જ વાપરીએ અને સાચવીએ, જેથી ભવિષ્યમાં પૈસો, સંપત્તિ, પર્યાવરણ કે પાણી બધું સમાંતરે મળી રહે.
અંતે, પાણીનો પ્રશ્ન માત્ર પર્યાવરણનો વિષય નહીં, પરંતુ તે આપણા જ જીવનનો એક અતિ મહત્વનો હિસ્સો છે. જો આજે આપણે પાણી બચાવતા નહીં શીખી શકીએ તો આવતી કાલમાં પૂરું વિશ્વ ભયાનક બનશે, નદીઓ સૂકાઈ જશે, જમીન વેરાન બનશે અને માનવજાત પાણી માટે યુદ્ધ લડશે.
તો ચાલો, “સૌ સાથે મળીને પર્યાવરણ અને આપણા જીવનનાં મુખ્ય આધારસ્થંભ પાણીને બચાવીએ.”
