23.08 કરોડના બોગસ આઈ.ટી.સી. કૌભાંડમાં બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર

જામનગરની મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ શાહને સ્ટેટ જીએસટી વિભાગે આશરે રૂૂપિયા 23.08 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં…

જામનગરની મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ શાહને સ્ટેટ જીએસટી વિભાગે આશરે રૂૂપિયા 23.08 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં સંડોવણીના આરોપસર ધરપકડ કરી હતી.

બંને આરોપીઓએ સૌપ્રથમ મેટ્રોપોલિટન કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તે અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટે કેસની ગંભીરતા, તપાસ દરમિયાન એકત્ર થયેલા પુરાવા તેમજ સરકારી આવકને થયેલા મોટા નુકસાનને ધ્યાનમાં રાખીને બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા પેઢીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *