14 વર્ષની તરૂણીને શારીરિક અડપલા કરવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ

શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા ઘંટેશ્વરના કમલેશ ઉધરેજીયા નામના શખસની અદાલતે…

શહેરના કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં રહેતી સગીરા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા ઘંટેશ્વરના કમલેશ ઉધરેજીયા નામના શખસની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે.

આ કેસની હકીકત મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની પુત્રી 14 વર્ષના 11 માસ વાળી સગીરાને ગત તારીખ 29-11-2025 ના રોજ જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતો કમલેશ મધુભાઈ ઉધરેજીયા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ગાલે તથા હોઠે અડપલા કર્યાં અંગેનો ગુનો કર્યા બાબતની કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કમલેશ મધુભાઈ ઉધરેજીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

જેલમાં હવાલે રહેલા કમલેશ મધુભાઈ ઉધરેજીયાએ જામીન ઉપર છૂટવા સેશન્સ અદાલતમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપીએ સગીરા સાથે અડપલા કરી સમાજ વિરોધી ગુનો કરેલો છે આવા ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. જો તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુના આચારસે તે રજૂઆતને ધ્યાને લઈ પોક્સો અદાલતના સેશન્સ જજ ટી. એસ બ્રહ્મભટ્ટએ આરોપીની જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *