મોરારિબાપુની રામકથામાં જનમેદની ઉમટતા એસ.ટી. વિભાગની ઉઘાડી લૂંટ
બગસરા 46 વર્ષના લાંબા અંતર બાદ મોરારીબાપુના મુખે મેઘાણી માનસ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રામકથામાં લાખોની જન્મ ની ઉમટી પડી હતી ટ્રાફિક અને મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી બગસરા એસટી દ્વારા મુસાફરો પાસે લાંબા અંતરનું ભાડું લઈ ઉઘાડી લુટ ચલાવી હતી માત્ર ત્રણ કિલોમીટર થી પણ ઓછું અંતર હોવા છતાં તેને એક્સ ભાડું લઈ લોકોને છેતરીયા હતા મળતી માહિતી મુજબ બગસરાથી અમરેલી જતા પાણીયા સુધીનું ટિકિટ ભાડું ગણીએ તો 20 રૂૂપિયા જેવું ટિકિટ થતું હોય છે ત્યારે બગસરા થી જેઠીયાવદર અથવા તો માંડવડા જતા હોય તેનું ટિકિટ ભાડું માત્ર 11 રૂૂપિયા થતું હોય છે જેને એક્સપ્રેસ ભાડુ ગણી બગસરા એસટી ડેપો મેનેજર દ્વારા 2750 પેસેન્જર પાસેથી ડબલ પૈસા લઈ પેસેન્જર ને છેતરીયા છે.
બગસરા ના પેસેન્જરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે પેસેન્જર મનુભાઈ બગથળિયા એ આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો હતો તેમણે મીડિયા ને જણાવ્યું હતું કે આ રામકથામાં એસ.ટી વિભાગને તો સેવાકીય પ્રવૃત્તિ કરવી જોઈએ ફ્રી બસ ન ચલાવી શકે તો કાંઈ વાંધો નહીં પરંતુ નજીવા દરે લોકોને સુવિધા પુરીપાડવી જોઈએ પરંતુ ડેપો મેનેજર રે એસટી લોકોને સરળ કરવાને બદલે તેની પાસેથી ટિકિટના પૈસા ડબલ વસૂલ્યા હતા. આ ઉપરાંત બીજા પણ અનેક પેસેન્જરોમાં પણ ઉગ્ર રોશ જોવા મળ્યો હતો આવું જ કરવું હતું તો રીક્ષાઓ વાળા તો ફેરા મારતા હતા અને મોટી ઉંમરના વૃદ્ધ લોકો એસટી ડેપો એથી તો રીક્ષા ફરી બાંધવી જ પડે છે તો પેસેન્જરને આવક જાવક સપ્તાહમાં ડબલ ભાડું ચૂકવવું પડ્યું હતું તેમ લોકોમાં ડેપો મેનેજર ના આવા નિર્ણયોથી લોકોમાં રોશ જોવા મળ્યો હતો.
