બેડમિન્ટન સ્ટાર સાત્વિક, ચિરાગની જોડી ફાઇનલમાં

થાઇલેન્ડ ઓપન જીતવા આશાવાદી ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ અને વિશ્વમાં ડબલ્સમાં ચોથી રેન્ક ધરાવતા સાત્વિકસાઇરાજ રેન્કિરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીની જોડી થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયા…

થાઇલેન્ડ ઓપન જીતવા આશાવાદી

ભારતના ટોચના બેડમિન્ટન ખેલાડીઓ અને વિશ્વમાં ડબલ્સમાં ચોથી રેન્ક ધરાવતા સાત્વિકસાઇરાજ રેન્કિરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીની જોડી થાઇલેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચી ગયા છે. તેમણે નવમા ક્રમના મલયેશિયાના ગોહ ઝે ફેઇ અને નુર ઇઝાઉદ્દીનને શનિવારે રોમાંચક સેમિ ફાઇનલમાં 19-21, 22-20, 21-16થી હરાવ્યા હતા. આ રસાકસીભરી સેમિ ફાઇનલ 82 મિનિટ સુધી ચાલી હતી.

હવે સાત્વિક-ચિરાગની જોડી ફાઇનલમાં ઇન્ડોનેશિયાના લીઓ રોલી કાર્નેન્ડો અને ડેનિયલ માર્થિન સામે રમશે. વર્તમાન બેડમિન્ટન સીઝનમાં સાત્વિક-ચિરાગની આ પહેલી જ ફાઇનલ છે. ચિરાગે સેમિ ફાઇનલ પછી પત્રકારોને કહ્યું હતું, ‘અમારા માટે 2026ના વર્ષની શરૂૂઆત સારી નહોતી. ત્યારે અમારું મનોબળ પણ જોઈએ એવું નહોતું. જોકે અમે થોમસ કપના બ્રોન્ઝ મેડલથી પ્રેરાઈને હવે આ ફાઇનલ રમવા માટે તત્પર છીએ. આશા છે કે અમે થાઇલેન્ડનું ટાઇટલ જીતીશું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *