ભાવનગર મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

  ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376…

 

ભાવનગર જિલ્લામાં લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ હતો.ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકાઓ માટે કુલ 376 બેઠકો માટે મતદાન થયું હતું.

ભાવનગર શહેરમાં સરેરાશ 54.89 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા અહેવાલ મુજબ, કુલ નોંધાયેલા મતદારોમાંથી 58.39 ટકા પુરુષો અને 51.15 ટકા મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વોર્ડ નંબર 4 બન્યો સૌથી વધુ મતદાન ધરાવતો વિસ્તાર મતદાનના આંકડા પર નજર કરીએ તો, વોર્ડ નંબર 4 (કરચલિયા પરા) ના મતદારોમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં કુલ 65.64 ટકા મતદાન નોંધાયું છે. આ વોર્ડમાં પુરુષોનું મતદાન 71.06 ટકા અને મહિલાઓનું મતદાન 59.81 ટકા રહ્યું હતું.

ભાવનગર શહેરના અન્ય વોર્ડમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 2 (કુંભારવાડા) માં 63.44 ટકા અને વોર્ડ નંબર 5 (કૃષ્ણનગર ઉત્તર – રૂવા) માં 61.97 ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ, સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 10 (કાળવીબીડ – સીદસર – અધેવાડા) માં 44.37 ટકા નોંધાયું છે. કુલ 11,37,82 મહિલાઓએ મતદાન કર્યું હતું, જે 51.15 ટકા છે, જ્યારે 13,79,71 પુરુષ મતદારોએ મતદાન કરી 58.39 ટકાનો આંકડો સ્પર્શ્યો હતો.

મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી હતો. વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો અને વૃદ્ધો માટે ખાસ વ્હીલચેર તેમજ અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જેથી તેઓ કોઈપણ અડચણ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સંવેદનશીલ મતદાન મથકો સહિત મતદાન મથકો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલ મતદાનની ટકાવારી
ભાવનગર મહાનગરપાલિકા : 54.86 ટકા
મહુવા નગરપાલિકા : 52.05 ટકા
પાલીતાણા નગરપાલિકા : 67.21 ટકા
વલભીપુર નગરપાલિકા : 64.97 ટકા
ભાવનગર જિલ્લા પંચાયત : 55.66 ટકા
ભાવનગર તાલુકા પંચાયત : 62.92 ટકા
ગારિયાધાર તાલુકા પંચાયત : 53.16 ટકા
મહુવા તાલુકા પંચાયત : 56.70 ટકા
જેસર તાલુકા પંચાયત : 56.80 ટકા
પાલીતાણા તાલુકા પંચાયત : 58.25 ટકા
ઘોઘા તાલુકા પંચાયત : 60.47 ટકા
સિહોર તાલુકા પંચાયત : 55.91 ટકા
ઉમરાળા તાલુકા પંચાયત : 54.94 ટકા
વલભીપુર તાલુકા પંચાયત : 61.13 ટકા
તળાજા તાલુકા પંચાયત : 57.91 ટકા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *