જામનગરમાં ફૂડ પોઇઝનીંગની આશંકા બાદ તંત્ર હરકતમાં, વધુ 4 ચિકન શોપની તપાસ

જામનગર શહેરની એસ.કે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડતાં ફૂડ પોઈઝનિંગની આશંકા ઊભી થયા બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે. શહેરમાં ખાદ્યપદાર્થોનું…

જામનગર શહેરની એસ.કે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોની તબિયત લથડતાં ફૂડ પોઈઝનિંગની આશંકા ઊભી થયા બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે. શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં એકમોમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે છેલ્લા બે દિવસથી સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર એન.એચ. જાસોલીયા તથા તેમની ટીમ દ્વારા ખોજા નાકા બહાર આવેલી નિશાબા કેટરર્સ, હિન્દુસ્તાન હોટલ, અજમેરી રેસ્ટોરન્ટ તેમજ પાંચ હાટડી વિસ્તારમાં આવેલી હુસૈની ચિકન શોપમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ ક્ષતિઓ અને નિયમોના ઉલ્લંઘન સામે આવતાં સંબંધિત એકમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પાંચ હાટડી વિસ્તારની હુસૈની ચિકન શોપને સીલ કરી દેવામાં આવતાં ખાણી-પીણીના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.

ખાસ કરીને શહેરમાં ચિકન શાવરમા અને ચિકન સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓમાં મનપાની કાર્યવાહીથી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય સુરક્ષાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે અને આગામી દિવસોમાં પણ શહેરની હોટલો, રેસ્ટોરન્ટ, કેટરર્સ તથા અન્ય ખાણી-પીણીના એકમોમાં ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *