Connect with us

ગુજરાત

ફટાકડાના સ્ટોલના 21 પ્લોટની હરાજી સંપન્ન: મનપાને રૂા. 5.38 લાખની આવક

Published

on

તા. 22થી 31 સુધી 8 પ્લોટમાં સ્ટોલ માટે જગ્યા ફાળવાઈ


રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં આવેલ નાનામવા સર્કલ, સાધુ વાસવાણી રોડ રાજ પેલેસ સામેના પ્લોટ તથા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં આવેલ પ્લોમટ તથા સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામે આવેલ તથા રાજનગર મેઈન રોડ, ધરતી હોન્ડાની સામે આવેલ પ્લોસટ તથા ટી.પી.નં.26(મવડી), એફ.પી.નં.4/એ, સુવર્ણભૂમિની બાજુમાં આવેલ તથા ટી.પી.નં.16(રૈયા), એફ.પી.નં.42/એ નંદ હાઈટસની બાજુમાં આવેલ તથા અમીન માર્ગ કોર્નર, ઝેડ-બ્લૂની સામે આવેલ પ્લોટ મળીને કુલ-08 ટી.પી પ્લોટસમાં તા.22/10/2024 થી તા.31/10/2024 સુધી દિવસ 10 માટે દિવાળી તહેવાર નિમિતે ફટાકડાના વ્યવસાય તથા સીઝનેબલ વ્યવસાય માટે સ્ટોલ ફાળવવાની જાહેર હરરાજી તા.18/10/2024ના રોજ સાંજે 4:00 કલાકે ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન ઓફિસ, કોન્ફરન્સ રૂૂમ, ખાતે હરરાજી કરવામાં આવેલ.


જેમાં પ્રત્યેક સ્ટોલની સાઇઝ 30 ફુટ ડ 15 ફુટ રાખવામાં આવેલ. જેમાં 34 સ્ટોલ પૈકી 21 સ્ટોલ માટે અરજદારો દ્વારા ભાવ બોલવામાં આવેલ. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને કુલ મળીને રૂૂ.5,38,000/- ની આવક રાજકોટ મહાનગરપાલિકાને થયેલ છે.

અમરેલી

અમરેલી: લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેત મજુરો પર વીજળી ત્રાટકી, બાળકો સહીત 5ના મોત

Published

on

By

અમરેલીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી લાઠીમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરુ થયો હતો. આ વચ્ચે આંબરડી ગામમાં ખેત મજૂરો પર આકાશી વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. આ ઘટનાથી ગામમાં મૃતકોના પરીવાર પર શોકનો માહોલ છવાયો છે. આ પાંચમાંથી એક જ પરિવારના ત્રણના મોત થયા હોવાની હાલ વિગત સામે આવી છે. બાળક, બાળકી અને માતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટના અંગેની મળતી માહિતી મુજબ કપાસની ખેતીકામ કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન પાંચ મજૂરો પર વીજલો પડી હતી. જ્યારે ત્રણ લોકોને ગભીર ઈજાઓ પહોંચતા ઢંસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

અમરેલીના કલેક્ટર અજય દહિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, લાઠીના આંબરડી ગામમાં વીજળી પડવાના કારણે 5 લોકોના મોત થયા છે. મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ મારફતે લાઠી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યાં છે. જરૂરી કાર્યવાહી હાલ ચાલી રહી છે.

Continue Reading

ગુજરાત

જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઇન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી મળી ધમકી, અજાણ્યા ઈમેલથી ખળભળાટ

Published

on

By

આજે ઈન્ડિયન એરલાઈન્સની 30થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી. ત્યારે આ વચ્ચે જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બની ધમકી ,મળવાની ઘટના સામે આવી છે. આ માહિતી મળતાં જ પોલીસ તેમજ એરપોર્ટ સ્ટાફ સતર્ક થઈ ગયો હતો. સ્ટાર એરલાઈન્સની ફ્લાઈટમાં બોમ્બ હોવાના ઈમેલથી ખળભળાટ મચી ગયો હતો. બોમ્બની ધમકી મળતા જ એરફોર્સની બોમ્બ કોડની મદદ લેવામાં આવી હતી. ફ્લાઈટને અલગ જગ્યા પર લઈ જવામાં આવી હતી. જ્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાં સ્થળે પહોંચી ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આજે (શનિવારે) ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી, જે બાદ એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. જે 10 ફલાઈટ્સને ધમકી મળી છે જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની અને પાંચ ફ્લાઈટ આકાસા એરલાઈન્સની છે.

સોમવારથી અત્યાર સુધીમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 70 ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી છે, જોકે બાદમાં આ બધી ખોટી સાબિત થઈ હતી. જેના કારણે ફ્લાઈટ્સના રૂટ બદલવા પડ્યા અને તેમના સમયમાં ફેરફાર કરવો પડ્યો.

Continue Reading

ક્રાઇમ

કારખાનેદારના ફ્લેટમાં સફાઈ માટે આવેલા 4 શખ્સો 14 લાખની ‘સફાઈ’ કરી ગયા

Published

on

By

સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં બનેલો બનાવ

તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં 4 શખ્સોને ઉઠાવી ભેદ ખોલ્યો

શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટાં રહેતા કારખાનેદારના ઘરે દિવાળીની સફાઈ માટે આવેલા ચાર શખ્સો કબાટમાંથી તિજોરીમાં રાખેલા રૂા. 14 લાખ સફાઈ કરી જતાં આ મામલે કારખાનેદારે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ કરી આ ચોરીમાં સંડોવાયેલ ચાર શખ્સોને રાતોરાત ઉઠાવી લઈ ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરીના બનાવમાં કારખાનેદારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.


મળતી વિગતો મુજબ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. બી 1002માં રહેતા અને રીયલ એસ્ટેટ બાંધકામનું કામ તેમજ રાધે પોલીમર્સ અને યુનિક પોલીમર્સ નામના બે કારખાના ચલાવતા હરસુખભાઈ બચુભાઈ ઠુમર ઉ.વ.53ના ઘરે રૂા. 14 લાખની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. હરસુખભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પરિવાર સાથે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના 85 વર્ષના પિતા બચુભાઈ, 83 વર્ષના માતા નંદુબેન તથા પત્ની અને પુત્રી તથા પુત્ર કે જેઓ ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે. માતા-પિતા અને પત્ની સાથે રહેતા હરસુખભાઈના પત્નીએ ગત તા. 16-10ના રોજ દિવાળી ઉપર ઘરની સાફસફાઈ કરાવાની હોય જેથી પાડોશમાં રહેતા કેતનભાઈ કથિરિયાના પત્ની મિતલબેન કે જેમણે પોતાના ઘરે દિવાળીની બહારથી માણસો બોલાવીને સાફસફાઈ કરાઈ હોય તેમની પાસેથી ઘરની સાફસફાઈ કરાવવા માટેનો કોન્ટ્રાક્ટ ધરાવતા વ્યક્તિનો મોબાઈલ નંબર લઈ સાફસફાઈ કરાવી છે તેવી વાત કરતા હરસુખબાઈએ હા પાડી હતી.


સાંજના હરસુખભાઈ ઘરે આવ્યા ત્યારે મિતલબેન પાસેથી નંબર લઈ પ્રભુભાઈ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો છે. અને શુક્રવારે તા. 18-10 એ સફાઈ માટે આવવાની વાત કરી હોય અને સફાઈ કામના રૂપિયા 5000 નો ચાર્જ લેશે તેમ જણાવ્યું હતું. ગઈકાલે શુક્રવારે સવારે 9 વાગ્યે હરસુખભાઈ કામ પર ગયા ત્યારે માતા-પિતા અને પત્નીની હાજરીમાં સફાઈ માટે પ્રભુ અનેતેની સાથેના ત્રણ એમ કુલ ચાર વ્યક્તિઓ આવ્યા હતાં. બપોરે હરસુખભાઈ જમવા આવ્યા ત્યારે આ ચારેય માણસો કામ કરતા હતા હરસુખભાઈ જમીને કારખાને ગય હતા. અને રાત્રે તેઓ પરત ઘરે આવ્યા અને તેમણે કબાટમાં રૂા. 14 લાખ રાખ્યા હોય જે રૂપિયાની તપાસ કરતા કબાટમાં જોવા ન મળતા પત્નીને આ બાબતે પુછતા સફાઈ કરવા આવેલા પ્રભુ અને તેની સાથેના માણસો બપોરે ચાર વાગ્યે ઘરની બહાર ગયા હોવાનું અને તેમાંથી બે માણસો પરત આવ્યા હોય જેથી આ બાબતે સફાઈ કરવા આવેલા પ્રભુ અને તેની સાથેના શખ્સો ઉપર શંકા જતાં તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ કરી હતી.

સફાઈ માટે આવેલા પ્રભુ અને તેના ત્રણ સાગરીતોએ જ 14 લાખ રૂપિયાની સફાઈ કરી ગયા હોય તાલુકા પોલીસ મથકના પીઆઈ બી.એમ. હરિપરા અને તેમના સ્ટાફે તપાસ કરી ચારેય શખ્સોને ઉઠાવી લઈ ચોરીનો મુદ્દામાલ કબ્જો કરવા વધુ તપાસ શરૂ કરી છે.

સફાઈ વખતે ઈમર્જન્સી કામ આવી ગયાનું કહી બે શખ્સોને રોકડ લઈ ભગાડી મુક્યા
સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં થયેલી રૂા. 14 લાખની ચોરીમાં તપાસમાં કેટલીક ચોંકાવનારી માહીતી આવી છે. હરસુકભાઈ ઠુંમરને ત્યાં સફાઈ માટે આવેલા પ્રભુ અને તેની સાથેના ત્રણ માણસો સાફસફાઈ કરતા હતા ત્યારે બપોરે ચાર વાગ્યાના સુમારે ચાર માણસોમાંથી પ્રભુ અને તેનો એક માણસ ઘરની બહાર ગયા હતાં. અને 10 મીનીટ બાદ પરત આવ્યા બાદ પ્રભુએ હરસુખભાઈના પત્ની રાજેશ્રીબેનને પરત આવીને બે માણસોને તાત્કાલીક બીજા સ્થળે મોકલવા પડશે તેમ કહી ઈમરજન્સી કામ આવી ગયું હોય બે માણસો અમારી જગ્યાએ મોકલુ છુ તેમ કહી કામ કરતા બે માણસોને 14 લાખની રોકડ લઈને ભગાડી મુક્યા હતાં. અને સાંજ સુધી અન્ય બે માણસોએ સાફસફાઈનું કામ કરી તેઓ પણ વહેલા જતા રહ્યા હતાં. આ સમગ્ર મામલે પોલીસે રોકડ રકમ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

Continue Reading
અમરેલી6 hours ago

અમરેલી: લાઠી તાલુકાના આંબરડી ગામમાં ખેત મજુરો પર વીજળી ત્રાટકી, બાળકો સહીત 5ના મોત

ગુજરાત6 hours ago

જામનગર એરપોર્ટ પર સ્ટાર એરલાઇન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી મળી ધમકી, અજાણ્યા ઈમેલથી ખળભળાટ

રાષ્ટ્રીય7 hours ago

વારાણસીઃ જ્ઞાનવાપીના 33 વર્ષ જૂના મૌલિકતા કેસમાં ચર્ચા પૂરી, 25 ઓક્ટોબરે આવશે નિર્ણય

રાષ્ટ્રીય7 hours ago

ઓમર અબ્દુલ્લાના પ્રસ્તાવને LGની મંજૂરી, આ રીતે જમ્મુ-કાશ્મીરને મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો

રાષ્ટ્રીય7 hours ago

ડોલરના વિકલ્પે વ્યાપાર મુદ્દે બ્રિકસ સમિટમાં ભારત ઉપર નજર

રાષ્ટ્રીય7 hours ago

ડયુટી પર દાઢી રાખવા બદલ સસ્પેન્ડ મુસ્લિમ કોન્સ્ટે.ની અરજી પર સુપ્રીમ સુનાવણી કરશે

ક્રાઇમ7 hours ago

કારખાનેદારના ફ્લેટમાં સફાઈ માટે આવેલા 4 શખ્સો 14 લાખની ‘સફાઈ’ કરી ગયા

રાષ્ટ્રીય7 hours ago

ડીજેના ભયાનક અવાજે 13 વર્ષના માસૂમનો ભોગ લીધો

ગુજરાત7 hours ago

મહિલાએ 108માં જ બેલડાંને જન્મ આપ્યો

રાષ્ટ્રીય7 hours ago

અંધશ્રદ્ધાએ પરિવારના બે યુવકનો ભોગ લીધો; બે બેભાન, એક પાગલ થઇ ગયો

ગુજરાત1 day ago

ભીમા દુલાની વાડીમાંથી શસ્ત્રોનો જથ્થો, 1 કરોડ રોકડા ઝડપાયા

આંતરરાષ્ટ્રીય1 day ago

વિશ્વમાં સૌથી વધારે ગરીબ ભારતમાં! પાકિસ્તાન આપણા કરતા ‘અમીર’, UNના રીપોર્ટમાં ખુલાસો

ગુજરાત1 day ago

કેશોદમાં 25મીએ ખેડૂત મહાપંચાયત

ક્રાઇમ2 days ago

ખંભાળિયામાં વેપારીને આંતરી રોકડની લૂંટ

ગુજરાત1 day ago

થાનગઢમાં સગીરા ઉપર સાત શખ્સોનું દુષ્કર્મ

ગુજરાત1 day ago

સિવિલ હોસ્પિટલમાં દોઢ માસથી એન્જિયોગ્રાફીનું મશીન બંધ

ક્રાઇમ1 day ago

મોરબી રોડ ઉપર બાઇક સ્લિપ થતા આરટીઓ એજન્ટનું મોત

ગુજરાત1 day ago

શિવમ ફ્રૂટમાંથી 1150 કિલો વાસી પલ્પ પકડાયો

ગુજરાત1 day ago

ફટાકડાના કાયમી લાઇસન્સ રદ કરવા 35 વેપારીને નોટિસ

ગુજરાત1 day ago

સંતકબીર રોડ પર જિંદગીથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

Trending