Connect with us

ગુજરાત

પડધરીના દોમડામાં બહેનના ઘેર ભાઈનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

Published

on

જૂનાગઢમાં વૃદ્ધે એસિડ પી લેતા સારવારમાં ખસેડાયા

પડધરી તાલુકાના દોમડા ભાયુના ગામે રહેતો યુવાન દોમડા ગામે બહેનના ઘરે હતો. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના દોમડા ભાયુના ગામે રહેતા ગોલુ સાગરસિંગ શ્રીનાવા નામનો 19 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં દોમડા ગામે રહેતી તેની બહેન રેખાબેન પ્રકાશભાઈ ભાસ્કરના ઘરે હતો.


ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે મેટોડા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જુનાગઢમાં મજેવડી દરવાજા નજીક ભારત મિલ પાસે રહેતા હુસેનભાઈ ઉંમરખાન શેરવાની નામના 60 વર્ષના વૃદ્ધ પોતાના ઘરે હતા. ત્યારે એસિડ પી લીધું હતું. વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

Published

on

By

ફરજ બજાવતા તબીબો પર કામનું ભારણ: ખાલી જગ્યાઓ પર તબીબોની નિમણુંક કરાવવા સ્થાનિક નેતાગીરી જાગશે?

જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે, પરંતુ અહીં ખાટલે મોટી ખોડ એ છે કે, તબીબોની સંખ્યા પર્યાપ્ત નથી, જેને કારણે ફરજો બજાવતાં તબીબો પર ખૂબ જ વર્કલોડ રહે છે, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની ભારે અછત સર્જાઈ છે. જ્યાં સર્જરી વિભાગ મા એક સમયે 22 તબીબો હતા ત્યાં હાલ માત્ર 8 તબીબો જ કામ કરી રહ્યા છે. આથી આ વિભાગમાં કામનું ભારણ વધી ગયું છે અને દર્દીઓને સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. ઓપરેશન પેન્ડિંગ રહેવાથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તબીબોની ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર અને સ્થાનિક નેતાગીરી પાસે લોકો માંગ કરી રહ્યા છે. સર્જરી વિભાગ હોસ્પિટલનું અતિ મહત્વનું અંગ છે અને અહીં તબીબોની અછતને કારણે દર્દીઓનું જીવન જોખમમાં મુકાઈ શકે છે.


બીજી તરફ અપૂરતા તબીબોને લીધે હજારો દર્દીઓની પ્રાથમિક સારવાર, ઇમર્જન્સી સેવાઓ, ક્રિટિકલ કન્ડિશન દરમિયાન સર્જરી, ઓપરેશન સહિતના કામોમાં એટલે કે સારવારમાં ભારે વિલંબ થઈ રહ્યો હોય, સરકારે તબીબોની ખાલી જગ્યાઓ ભરવા તાકીદે ધ્યાન આપવું જોઇએ એવી લોકલાગણી વ્યક્ત થઈ રહી છે.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જી.જી. હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની મોટી ઘટ છે.

સરકારે કેટલાંક ખાનગી તબીબોને અહીં કોન્ટ્રેક્ટ પર રાખ્યા હતાં અને એક તબક્કે આ સર્જરી વિભાગમાં તબીબોની સંખ્યા 22 હતી, જે આજે ઘટીને લગભગ ત્રીજા ભાગની થઈ ગઈ છે, હાલ સર્જરી વિભાગમાં માત્ર 8 જ તબીબો કાયમી ફરજ પર છે. 22 પૈકી 14 તબીબ જતાં રહ્યા છે. જે પૈકી અમુક ખાનગી તબીબોના કોન્ટ્રાકટ પૂર્ણ થઈ ગયા છે અને ફરી આ કોન્ટ્રેક્ટ રિન્યુ નથી થયા. અમુક તબીબોને આ નોકરી પસંદ ન આવી હોય, જતાં રહ્યા છે. ખાલી જગ્યાઓ પર નવા 14 તબીબોની નિયુક્તિ આજની તારીખે થવા પામી નથી, જેથી હાલના કાર્યરત 8 તબીબોએ 22 તબીબોની જવાબદારીઓ વહન કરવી પડી રહી છે.


અત્રે ઉલ્લેખનિય છે કે, સર્જરી વિભાગ કોઈ પણ હોસ્પિટલ માટે અતિ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ વિભાગ હોય છે. જેમના ઓપરેશન ફરજિયાત રીતે કરવા જ પડે એવા દર્દીઓ આ વિભાગમાં સતત આવતાં હોય છે. ઘણાં બધાં પ્રકારના અકસ્માતોમાં ભાંગતૂટ થયેલાં કેસ આવતાં હોય, મારામારીમાં ઘવાયેલા સેંકડો દર્દીઓ આવતાં હોય, આ ઉપરાંત વિવિધ રોગોને કારણે શરીરના જુદાં જુદાં અંગોની સર્જરી કરવાની હોય એવા પણ ઘણાં દર્દીઓ આ વિભાગમાં હોય છે અને સતત આવતાં પણ હોય છે.

જેને કારણે આ વિભાગમાં તબીબો સતત વ્યસ્ત રહેતાં હોય, એમાં પણ જ્યાં 22 ની જગ્યાએ માત્ર 8 તબીબો પર બધી જ જવાબદારીઓ હોય ત્યાં કલ્પના કરો, તબીબોની શારીરિક અને માનસિક હાલત કેવી થઈ જાય ! અને, સતત દબાણ હેઠળ કામ કરતાં આ તબીબોના સેંકડો દર્દીઓએ કેટલી દુવિધાઓમાંથી પસાર થવું પડતું હશે ?! રાજ્યના આરોગ્ય વિભાગે તાકીદે યોગ્ય કરવું જોઈએ અને સ્થાનિક નેતાગીરીએ પણ આ બાબતે સંવેદનશીલતાનો પરિચય કરાવવો જોઈએ એવી વેદનાઓ આ વિભાગની દીવાલો વચ્ચે કણસી રહી છે અને ઈચ્છી રહી છે.

Continue Reading

ગુજરાત

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

Published

on

By


રાજકોટ નજીક જીયાણા ગામની સીમમાં એક વાડીના કુવામાંથી બે દિવસની નવજાત બાળકીની લાશ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વાડીમાલીકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી બાળકીને કુવામાં ફેકી જનારની શોધખોળ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે બાળકીને કુવામાં ફેંકી દીધાનું પોલીસ માની રહી છે.


મળતી વિગતો મુજબ રાજકોટના જીયાણા ગામે રહેતા શૈલેષભાઈ ખોડાભાઈ લીંબાસિયાની વાડીના કુવામાં એક બાળકની લાશ તરતી હોવાની જાણ શૈલેષભાઈએ જીયાણા ગામના સરપંચ જયસુખભાઈ મનસુખભાઈ મેટાણીને કરતા જયસુખભાઈએ એરપોર્ટ પોલીસને જાણ કરતા પીએસઆઈ એસએસ જાડેજા સહિતનો સ્ટાફ જીયાણા ગામે દોડી ગયો હતો. શૈલેષભાઈ લિંબાસિયાની વાડીના કુવામાં પડેલી લાશને બહાર કાઢી ફોરેન્સીક પોસ્ટમોટર્મ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લાશ બે દિવસની બાળકીની છે. નવજાત બે દિવસની માસુમ બાળકીને કુવામાં ફેંકી દેનાર અને તેની માતા બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. કોઈએ પાપ છુપાવવા માટે નવજાતને કુવામાં ફેંકી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ મામલે હાલ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. બે દિવસની માસુમને મોતના મુખમાં ધકેલી દેનાર તે કઠોર જનેતા બાબતે પણ પોલીસે આસપાસના ગામમાં તપાસ શરૂ કરી છે. જીયાણા ગામના શેલૈષભાઈ ખોડાભાઈની વાડીના કુવામાં આ બાળકીની લાશ મળી હોય ત્યાં આસપાસ વાડી વિસ્તારમાં રહેતા મજુરોની પૂછપરછ કરી તેમજ જીયાણા ગામના સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

Published

on

By

દુકાનમાં જ કામ કરતા બે સગા ભાઈઓ દાગીના બનાવવા માટેનું સોનું લઈ ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ


રાજકોટના સોની બજારમાં સોની વેપારીને ત્યાં કામ કરતા બે સગા ભાઈઓ રૂા. 2.56 કરોડનું સોનું લઈને ફરાર થઈ જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પશ્ર્ચિમ બંગાળના આ બન્ને સગા ભાઈઓ છેલ્લા 10 મહિનાથી વેપારીને ત્યાં કામ કરતા હતાં. અને 13 દિવસ પૂર્વે સોનાના દાગીના બનાવવા માટે આપેલું 3816.840 ગ્રામ સોનું લઈને ભાગી ગયા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટના લક્ષ્મીવાડી મેઈન રોડ ઉપર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 101માં રહેતા અને છેલ્લા ઘણા વખતથી સોની બજારમાં જૂની ગધીવાડમાં આવેલ સોની ચેમ્બરની બાજુમાં શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રી બંશીધર જવેલર્સ નામની દુકાન ધરાવતા આશિષભાઈ જાદવભાઈ નાંઢાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પશ્ર્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બાબનાન દાદપુર તાલુકાના ઉત્તરગુનપાલા નામના ગામના વતની ગૌરાંગ તરુણદાસ અને તેનો ભાઈ સૌરભ તરુણદાસનું નામ આપ્યું છે. ફરિયાદમાં આશિષભાઈએ જણાવ્યા મુજબ તેઓ ઘણા વખતથી સોની બજારમાં પેઢી ધરાવે છે અને સોનાના દાગીના બનાવવાનું કામ કરતા હોય ગૌરાંગોદાસ અને તેનો ભાઈ સૌરભદાસ જાન્યુઆરી મહિનામાં આશિષભાઈને ત્યાં નોકરી પર લાગ્યા હતાં.


સોનાના દાગીના બનાવવાનું કામ કરતા બન્ને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી અલગ અલગ ઘાટના દાગીના બનાવતા હતા દરમિયાન બન્ને ભાઈઓ ગત તા. 4-10થી અચાનક જ દુકાને કામે આવ્યા ન હતાં. જેથી વેપારીએ તેના ઘરે તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભ દાસ ઘરે હાજર મળ્યા ન હતાં. તે દરમિયાન તપાસ કરતા ગૌરાંગોદાસ અને સૌરભદાસે આશિષભાઈ સોની પાસેથી સોનાના દાગીના બનાવવા માટેનું 3816.840 ગ્રામ સોનું દુકાનમાંથી લઈ ભાગી ગયા હોય રૂા. 2.56.12.932ની કિંમતનું સોનું લઈને ભાગી ગયેલા આ બન્ને ભાઈઓ વિરુદ્ધ આશિષભાઈએ એડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ દ્વારા કારીગરોનું વેરિફીકેશન છતાં ચોરી અને છેતરપિંડીના બનાવો વધ્યા
સોની બજારમાં સોની વેપારી તેમજ અલગ અલગ પેઢીઓમાં કામ કરતા આશરે 90 હજારથી વધુ સોની કારીગરો કે, જેઓ પશ્ર્ચિમ બંગાળ સહિતના અન્ય રાજ્યોના વતની હોય તેનું વેરીફીકેશન ફરજિયાત બનાવવમાં આવ્યું છે. અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી સોની બજારમાં કામ કરતા કારીગરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવા માટે આદેશ કરાયો હોય અને આ જાહેરનામાનો ભંગ કરનાર 100થી વધુ સોની વેપારીઓ સામે પોલીસે ગુના નોંધ્યા હોવા છતાં ચોરી અને છેતરપીંડીના બનાવો અટક્યા નથી અને દિવાળી નજીક આવતા જ સોનીબજારના વેપારીઓ સાથે આવા બનાવો અવાર નવાર બનતા રહે છે. પોલીસ દ્વારા રૂા. 2.56 કરોડનું સોનું લઈને ભાગી છુટેલા બન્ને ભાઈઓ ગૌરાંગોદાસ અને સૌરભદાસના મુળ વતન પશ્ર્ચિમ બંગાળના ઘર અને પરિવારની માહિતી હોય આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Continue Reading
ગુજરાત14 seconds ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત56 seconds ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ5 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત6 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

ક્રાઇમ7 mins ago

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશની હત્યાથી અરેરાટી

ગુજરાત8 mins ago

તળાજાના જુના સાંગાણા ગામના બે સિંહ મહેમાન બન્યા

ક્રાઇમ10 mins ago

હળવદમાં આસ્થા ટેક્નો પ્લાસ્ટ કંપનીમાં આધેડ સહિત 3 ઉપર 6 શખ્સોનો હુમલો

ગુજરાત12 mins ago

ખંભાળિયામાં કારમાં ગરબા વગાડતા જતા યુવાન પર હુમલો, મારી નાખવાની ધમકી

ગુજરાત13 mins ago

ઉપલેટાના નિલાખા ગામે વેણુ નદીમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

ગુજરાત16 mins ago

ખંભાળિયામાં ઝેરી મેલેરિયાનો નવો કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

Trending