અમદાવાદમાં રાજકોટ સ્ટાઇલથી આંગડિયા પેઢીમાં રૂા.11 લાખની લૂંટનો પ્રયાસ, બે લૂંટારૂ ઝડપાયા

રાજકોટના સામાકાંઠે આંગડીયામાં થયેલી લુંટની મોડેસ ઓપરેન્ડીથી અમદાવાદમાં લુંટનો પ્રયાસ થયો હતો. અમદાવાદના નારોલ BRTS બસ સ્ટેન્ડ સામે આકાર કોમ્પલેક્ષમાં ’પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી’…

રાજકોટના સામાકાંઠે આંગડીયામાં થયેલી લુંટની મોડેસ ઓપરેન્ડીથી અમદાવાદમાં લુંટનો પ્રયાસ થયો હતો. અમદાવાદના નારોલ BRTS બસ સ્ટેન્ડ સામે આકાર કોમ્પલેક્ષમાં ’પટેલ મહેન્દ્રભાઈ સોમાભાઈ આંગડિયા પેઢી’ આવેલી છે. વસ્ત્રાલમાં રહેતા 38 વર્ષીય અંકિતભાઈ રાજેન્દ્રભાઈ ગજ્જર 24 સપ્ટેમ્બરે સાંજે પોતાની ઓફિસની કેબિનમાં એકલા બેસીને કામ કરી રહ્યા હતા. તે સમયે તેમની પાસે ટેબલના ખાનામાં વેપારના આશરે ₹ 11 લાખ જેટલી રોકડ રકમ પડી હતી. ત્યારે બે લૂંટારૂૂ દેશી કટ્ટા સાથે ત્રાટક્યા હતા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો.

જો કે અંકિતભાઈની બહાદુરીથી અને સ્થાનિકોની મદદથી બંનેને ઝડપી લીધા હતા અને પોલીસને હવાલે કર્યાં હતા.આ દરમિયાન બે અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. એક શખ્સે કેબિનની બારીમાંથી અને બીજા શખ્સે કેબિનની અંદર આવીને અંકિતભાઈ સામે દેશી કટ્ટો ધરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણાં બહાર કાઢવા કહ્યું હતું. જીવના જોખમે પણ અંકિતભાઈએ અદ્ભુત હિમ્મત દાખવીને તુરંત જ બંને હુમલાખોરોના હથિયારવાળા હાથ પકડી લીધા હતા. લૂંટારુઓએ પકડ છોડાવવા ઝપાઝપી કરી તેમને માર માર્યો હતો, છતાં અંકિતભાઈએ પકડ છોડી નહોતી અને જોર-જોરથી બૂમાબૂમ કરી મૂકી હતી.

બૂમાબૂમ સાંભળીને બાજુની ઓફિસોના કર્મચારીઓ તથા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને બંને આરોપીઓને સ્થળ પર જ પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. માલિકની આ જાગરૂૂકતા અને બહાદુરીને કારણે 11 લાખની લૂંટ નિષ્ફળ રહી હતી.

ઇસનપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને બિહારના રાજન શાહ અને અલી મોહમ્મદ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 3 દેશી તમંચા અને 19 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બે દિવસ પહેલાં રેકી કરી હોવાનું બહાર આવ્યું છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર આરોપી પ્રીતમસિંહની પોલીસે શોધોખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *