મોરબીના નીચી માંડલ પાસે કાર અડફેટે પિતા-પુત્રની હત્યાનો પ્રયાસ

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગત જુન માસમાં કોર્ટ મુદતથી પરત ફરતા પિતા-પુત્રના બાઈકને સ્કોર્પીઓ કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ શંકાસ્પદ…

મોરબીના નીચી માંડલ ગામ નજીક ગત જુન માસમાં કોર્ટ મુદતથી પરત ફરતા પિતા-પુત્રના બાઈકને સ્કોર્પીઓ કાર ચાલક ટક્કર મારી નાસી ગયો હતો જે બનાવ શંકાસ્પદ લાગતા પોલીસે સીસીટીવી અને કોલ ડીટેલ ચેક કરતા કારથી ટક્કર મારી હત્યાનો કારસો રચવામાં આવ્યો હતો જેનો ભંડાફોડ કરી પોલીસે ભત્રીજા સહીત ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.

ગત તા. 16 જુનના મોરબીના જીકીયારી ગામે રહેતા પ્રાણજીવનભાઈ ત્રિભોવનભાઈ બાવરવા (ઉ.વ.65) વાળાએ અજાણ્યા સ્કોર્પીઓ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. 15 ના રોજ ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેનો પુત્ર મેહુલ બાઈક જીજે 03 ડીએચ 5109 લઈને મોરબી કોર્ટ મુદતે આવ્યા હતા અને કોર્ટ મુદત પૂરી કરીને સાંજે ઘરે જતા હતા ત્યારે નીચી માંડલ ગામ અને વાંકડા ગામ વચ્ચે અજાણ્યા સ્કોર્પીઓ કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી પ્રાણજીવનભાઈ અને તેના પુત્ર મેહુલને ઈજા પહોંચી હતી અકસ્માત બાદ પોતાની કાર લઈને કારચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.

અકસ્માતમાં ઈજા પામનાર મેહુલ પ્રાણજીવનભાઈ બાવરવા અને અન્યના નિવેદન લેતા અકસ્માત બાદ સ્કોર્પીઓ કાર તેની પાછળ આવતી હતી અને થોડીવારમાં કાર ચાલક તેની સાથે અકસ્માત કરી દીધેલ બાદમાં આગળ જઈને ઉભી રાખેલ ગાડીમાં ગામનો હરેશ ઉર્ફે હર્ષદ દેવજીભાઈ સુરાણી હતો અન રસ્તામાં બીજા વાહનો આવી જતા ગાડી લઈને જતા રહ્યા હોવાનું જણાવેલ ફરિયાદીના બાપ દાદાની જમીનમાં ફરિયાદી અને તેના ભાઈ ભુદરભાઈ વચ્ચે કોર્ટ કેસ ચાલતો હતો અને ભુદરભાઈની દીકરી હેતલબેને વિલ કરી હતી જેમાં અકસ્માત થયેલ ત્યારે ગાડીમાં હાજર હરેશ દેવજીભાઈ સુરાણી તેમાં જામીન રહેલ જેથી હરેશભાઈને ભુદરભાઈ અને તેના દીકરા ભાવેશભાઈ સાથે ગાઢ સંબંધ હતા જેથી હરેશ સુરાણીએ મેહુલના કાકાના દીકરા ભાવેશભાઈના કહેવાથી પિતા-પુત્રને મારી નાખવાના ઈરાદે ઠોકર મારી હોવાનો શક વહેમ હોવાથી તે દિશામાં તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે તપાસ કરતા સ્કોપીઓ ગાડી નીચી માંડલ ગામની આજુબાજુ બપોરે અઢી ત્રણ વાગ્યે પિતા-પુત્ર કોર્ટ મુદતથી પરત આવે તેની રાહ જોતા હતા જે અંગે સીસીટીવી ફૂટેજ મળી આવેલ અને કાર નીચી માંડલ ગામ આસપાસ ફરતી જોવા મળી હતી પિતા-પુત્ર બાઈક લઈને નીકળતા તુરંત તેની પાછળ જાય છે.

અને નક્કી કરેલ જગ્યાએ મારી નાખવાના ઈરાદે ટક્કર મારી નાસી જાય છે પોલીસે આરોપી જગદીશ ખીમજી મકવાણા રહે તા. રાપર કચ્છ, હરેશ દેવજીભાઈ સુરાણી રહે જીકીયારી તા. મોરબી અને ભાવેશ ભૂદર બાવરવા રહે જીકીયારી તા. મોરબી એમ ત્રણને ઝડપી લીધા હતા ગુનામાં વપરાયેલ સ્કોર્પીઓ કાર જીજે 01 કેઆર 8392 કીમત રૂૂ 4 લાખ વાળી કબજે લેવામાં આવી છે.

જમીન તકરાર ચાલતી હોવાનો ખાર રાખી આરોપી ભાવેશ ભૂદર બાવરવાએ તેના મિત્ર હરેશ સુરાણી સાથે મળી કાકા-ભાઈને મારી નાખવાનો કારસો રચ્યો હતો અને કોઈને શક ના પડે તે માટે અકસ્માત કરી જાનથી મારી નાખવાનું નક્કી કર્યું હતું જેથી આરોપી હરેશે આરોપી જગદીશ મકવાણાને સ્કોર્પીઓ ગાડી આપી અકસ્માત કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *