કારખાનેદારના પિતાના મિત્ર કાર લઇ પૈસાની ઉઘરાણી કરવા આવ્યા હતા, ગાડીમાં બેસાડતા જ પોલીસ આવી ગઇ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા બામણબોરમાં કંપની ધરાવી વેપાર કરતા કારખાનેદાર પાસેથી મીઠાના પૈસાની ઉઘરાણીમાં પિતાના મિત્રએ કારમાં બેસાડી અપહરણનો પ્રયાસ કરતા ત્યા એરપોર્ટ પોલીસ પહોંચી ગઇ હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનામાં પોલીસે કારખાનેદારની ફરિયાદ લઇ આરોપી સામે ગુનો નોંધ્યો હતો.
વધુ વિગતો મુબજ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીનીસિટી પાસે રાજવૈભવ ટાવરમાં રહેતા ભરતભાઇ રમેશભાઇ રાજપરા (ઉ.વ.26)એ પોતાની ફરિયાદમાં તેમના પિતાના મિત્ર કાનાભાઇ સવસેતાનું નામ આપતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી ભરતભાઇએ જણાવ્યુ હતું કે, તેઓ બામણબોર જીઆઇડીસી ખાતે આર.આર.કેમ નામથી ફાર્મા કંપની ચલાવે છે.
ગઇકાલે સાંજે તેઓ તથા તેમના મેનેજર પોતાની કંપનીએ આવેલી ઓફિસે હાજર હતા ત્યારે ત્યા બહાર સિક્યુરીટી ગાર્ડને કોઇ ફડાકા મારતા હોવાની જાણ થતા તેઓ બહાર ગયા હતા અને ત્યા જઇને જોયુ તો તેમના પિતાના મિત્ર કાનાભાઇ કાર લઇને આવ્યા હતા અને તેઓ રાડો પાડતા હતા કે, મારા મીઠાના વેપારના પૈસા તારા પિતા પાસેથી માગુ છું કેમ આપતા નથી તેમ કહી અને ફોન ઉપાડતા નથી તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ કારખાને દારે તેમના પિતાને ફોન કરી જાણ કરતા કાનાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને તારુ કારખાનુ અત્યારે જ બંધ કર તેમ કહી ધોકા વડે મારમાર્યો હતો અને બાદમાં તારા પિતાને વીડિયો કોલ કર હુ તને મારતો હોય તે તારા પપ્પાને બતાવુ છે. તેમ કહી ધક્કો મારીને પૈસા માટે બળજબરીથી ગાડીમાં બેસાડતા હતા તે સમયે પોલીસ આવી જતા આરોપી કાનાભાઇને પોલીસ સ્ટેશન લઇ જવા હતા.
જયારે બીજી ઘટનામાં નવાગામમાં રહેતા જયેશ રાજુભાઇ શનુરા (ઉ.વ.19) તેમના મિત્રો બાબુ ચુનાના કારખાને સામે બેઠો હતો ત્યારે મીતુલ કયા છે. કહી ગોપાલ મુધવા, કીશન સાનીયા અને ધમો અને એક અજાણયો શખ્સ લાકડી અને પાઇપ વડે બેફામ માર માર્યો હતો જેથી જયેશને હાથમાં ઇજા થઇ હતી. આ મામલે કુવાડવા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
