ગોંડલના શિક્ષિકા સાથે 1 કરોડની છેતરપિંડી કરી રાજકોટનું મકાન પચાવી પાડવાનો પ્રયાસ

  ગોંડલના દરેડી કુંભાજી ગામે રહેતા ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાન ધરાવતા શિક્ષિકા સાથે મૂળ જૂનાગઢના કેશોદના રેવદ્રાના વતની હાલ રાજકોટ રહેતા…

 

ગોંડલના દરેડી કુંભાજી ગામે રહેતા ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાન ધરાવતા શિક્ષિકા સાથે મૂળ જૂનાગઢના કેશોદના રેવદ્રાના વતની હાલ રાજકોટ રહેતા શિક્ષકે 1 કોરોડની છેતરપિંડી કરી શિક્ષિકા અને તેમના બહેનનું ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાનના ખોટા વેરાબિલ અને લાઈટ બીલ બનાવી પચાવી પાડવાનો પ્રયાસ કરતા આ મામલે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો મુજબ ગોંડલના દરેડી કુંભાજી ગામે રહેતા ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાન ધરાવતા નિર્મળાબેન રવજીભાઈ ગોળ (ઉ.વ-46)ની ફરિયાદ ને આધારે તાલુકા પોલીસે મૂળ જૂનાગઢના કેશોદના રેવદ્રાના વતની હાલ રાજકોટના શ્રી રંગ રેસીડન્સી બ્લોક નંબર 38 જીવરાજ પાર્કમાં રહેતા શિક્ષક રામદે માલદે કછોટ સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. નિર્મળાબેને ફરીયાદમાં જણાવ્યા મુજબ તે મમ્મી લીલાવંતીબેન તથા બહેન અનીલાબેન સાથે રહે છે. તે પરિવારમાં ત્રણ બહેનો છે કોઇ ભાઇ નથી બહેનોમાં મોટા સરોજબેન જે હાલ જેતપુર તાલુકા ના મેવાસા ગામે માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ત્યાં મેવાસા ગામે જ એકલા રહે છે. તેનાથી નાના અનિલાબેન જે ઘરકામ કરે છે અને તેમની સાથે રહે છે. ત્રણ બહેનો કુવારા છે. આરોપી રામદેભાઈ માલદેભાઇ કછોટને તે છેલ્લા 17 વર્ષ થી ઓળખે છે.

રામદેભાઈ મોટા બહેન સરોજબેન સાથે ગોંડલ નુતન ક્ધયા વિધાલયમાં નોકરી કરતા હોય જેથી બહેન પાસે જતા ત્યારે તેઓ અમને મળતા જેથી પરિચય થયેલ હતો. રામદેભાઈ માલદેભાઈ કછોટે નિર્મળાબેના તથા મારા મોટા બહેન સરોજબેનને વિશ્વાસમાં લઇ જરૂૂર પડે ત્યારે ત્રણ મહીનામાં પરત કરી દેવાના વચન સાથે વર્ષ 2021 થી 2022 ના વર્ષ દરમ્યાન હાથ ઉછીના કટકે કટકે આશરે કુલ રૂૂ. 1,07,25,000 લઇ ગયેલ હતા. જેમા આ રામદેભાઇને પરીવારના સભ્યોના બેંક એકાઉન્ટ મારફતે રૂૂ.60,75,000 તેમજ તેમના પત્નીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે બાકીના રોકડા આપેલ છે. સને 2022 માં નિર્મળાબેન તથા મોટા બહેન સરોજબેનને વિશ્વાસમાં લઇ રોકાણ કરવા માટે સારૂૂ છે એમ કરી એમ/38 રંગ રેસીડેન્સી સિલ્વર ગોલ્ડ સોસાયટી સામે નાના મવા ખાતે એક મકાન લેવડાવેલ હતુ જે નિર્મળાબેનના નામે છે અને પંજાબ નેશનલ ફાઇનાન્સ માં અમારા નામે હોમ લોન પણ કરાવેલ છે.

રામદેભાઇને જે એક કરોડ રૂૂપિયા હાથ ઉછીના આપેલ તેની જરૂૂર પડતા રામદેભાઇ પાસે રૂૂપિયા પરત માંગતા ગલ્લા તલ્લા કરતા અને રૂૂપિયા પરત કરતા ન હોય રામદે કછોટે રાજકોટ ખાતે સારી જગ્યાએ રોકાણ કરીએ તો સારૂૂ વળતર મળશે તેમ કરી રૂૂપિયા પરત કરતા ન હોય તેમજ બહેન સરોજબેનના નામે પ્રોમિસરી નોટ કરી આપેલ અને ચાર ચેક રૂૂ.1,00,00,000 ના આપેલ હતા. જે ચેક ખાતામાં નાખતા બાઉન્સ થયેલ હતા. જે અન્વયે નેગોશ્યેબલ કેસ કોર્ટમાં દાખલ કર્યો હતો દરમિયાન સાતેક મહિના પહેલા નિર્મળાબેનનું જે મકાનનુ કામ ચાલુ હતુ અને કામ પુરૂૂ થયુ એટલે તાળુ મારી દિધેલ અને બે મહિના પછી મકાને રાજકોટ ખાતે આવતા આ અમારા મકાનનુ તાળુ તોડી રામદેભાઇ તેના પરીવાર સાથે ગેર કાયદેસર રીતે રહેવા લાગેલ હતા. અને આ બાબતે તેની સાથે વાત કરતા રામદેએ ધમકી આપી આ મકાન તો મારૂૂ છુ એમ કરી ઉધ્ધતા ભર્યું વર્તન કર્યું હતું. મકાન ઉપર તેનો માલિકી હકક ઉભો કરવા માટે મકાનનુ લાઇટ બીલ તથા મકાન વેરા બીલ ખોટી સહી કરી પી.જી.વી.સી. એલ, તથા મહાનગર પાલિકાના વેરા બિલ બનાવ્યા હોવાનું જાણવા મળતા આ મામલે તાલુકા પોલીસમાં રામદેભાઇ માલદેભાઇ કછોટે સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *