રાજકોટના મહિલાની બાબરાના નાનીકુંડળ ગામની જમીન પચાવી પાડયાનો પ્રયાસ

મહિલા સહિત પાંચ શખ્સોસામે પોલીસમાં ફરિયાદ રાજકોટમા રહેતા એક મહિલાને જમીન પચાવી પાડવા મુદે પાંચ શખ્સોએ નાની કુંડળમા મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા…

મહિલા સહિત પાંચ શખ્સોસામે પોલીસમાં ફરિયાદ


રાજકોટમા રહેતા એક મહિલાને જમીન પચાવી પાડવા મુદે પાંચ શખ્સોએ નાની કુંડળમા મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બાબરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.આ અંગેની મળતી વિગત મુજબ, પાયલબેન ખીમાભાઇ ડાકી નામના મહિલાએ બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેો રાજકોટ સ્વાતી પાર્ક4 શેરી નં3 કોઠારીયા રોડ પર રહે છે.


તેમની જમીન બાબરા તાલુકાના નાની કુંડળ ગામની સીમમા આવેલી છે. આ જમીનમા તેઓ માણસો રાખી ખેતીકામ કરાવે છે.આ દરમિયાન મુકેશ લીંબાભાઇ ભાલીયા, રાણા નથુભાઇ બાખલકીયા, કુલદીપ રાણાભાઇ, કેવલ રાણાભાઇ અને રાણાભાઇના પત્નીએ જમીન બળજબરીથી પડાવી લેવાના ઇરાદે તેને મારી નાખવાની ધમકી આપી ગાળો દીધી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ વાય.આર.ડેર ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *