રાજકોટ શેર બજારના ધંધાર્થીની ખોટી આઇડી બનાવી ‘ટીપ્સ’ આપી ઠગાઇનો પ્રયાસ

સોશિયલ મીડિયામાં ગઠિયાઓ અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે.રાજકોટમાં રહેતા અને વર્ષોથી શેરબજારનું કામ કરતા વેપારીની સોશિયલ મીડિયાની ફેક આઈડી બનાવી તેના નામે લોકોને…

સોશિયલ મીડિયામાં ગઠિયાઓ અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે.રાજકોટમાં રહેતા અને વર્ષોથી શેરબજારનું કામ કરતા વેપારીની સોશિયલ મીડિયાની ફેક આઈડી બનાવી તેના નામે લોકોને શેરબજારની ખોટી ટીપ્સ આપી છેતરપિંડી કરવાનો પ્રયાસ થયો છે આ મામલે હવે સાયબર પોલિસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર કોપર સ્ટોનમાં રહેતા મિનિષભાઈ મહેશભાઈ પટેલે (ઉ.વ.47) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મિનિષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે 30 વર્ષથી શેરબજારનું કામ કરે છે, સોશિયલ મીડિયામાં પોતાની ચેનલ ચલાવે છે અને તેમાં 12 લાખથી વધુ ફોલોઅર્સ છે.ચાર વર્ષ પહેલા તેમને કેટલાક પરિચિતના ફોન આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, નાણા ટ્રાન્સફર કર્યા છે અને બમણા થઇને ક્યારે આપશો, આ બાબતે મિનીષભાઇએ તપાસ કરતાં તેમના સોશિયલ મીડિયાની આઈડીનો કોઈએ ગેરઉપયોગ કર્યો છે.

મિનીષભાઇના નામની ફેક આઈડી બનાવી તેના પર શેરબજારને લગતી ખોટી માહિતી આપીને પૈસા પડાવવાનો ખેલ થઇ રહ્યો હતો.આ મામલે અંતે 23 નવેમ્બરના મિનીષભાઇએ સાયબર ક્રાઈમ પોર્ટલમાં જાણ કરી હતી અને અંતે ગુનો નોંધવામાં આવયો હતો. પોલીસે અલગ અલગ સાઇટના નામે ઠગાઈનો પ્રયાસ કરનાર સામે ધોરણસરની કાર્યવાહી શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *