હુમલાખોર ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી
વીરપુર નજીક પેટ્રોલપંપે પાણી પીવા ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હુમલો કરનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. મળતી વિગતો મુજબ વીરપુર ખાતે રહેતી બેનને ત્યાં રોકાવા ગયેલો વિજય મોરી નામનો યુવાન તબિયત ખરાબ હોવાથી રાત્રે ગોંડલ તરફ જતાં રોડ ઉપર ચાલવા નિકળ્યો હતો અને ચાલતા ચાલતા તે વિરપુર નજીક ચરખડીના પાટિયા પાસે બાબારી પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. વિજયને તરસ લાગી હોય જેથી તે પેટ્રોલપંપમાં પામી પીવા માટે ગયો ત્યારે પેટ્રોલપંપમાં કામ કરતા ત્રણ શખ્સોએ વિજય સાથે કોઈ કારણસર ઝઘડો કર્યો હતો અને તેની પર હુમલો કરી દીધો હતો.
આ અંગે વિજયે ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે અમિત રવજી મહિડા, ચંદ્રેશ મનસુખ ચાવડા અને બાબુ હરિભાઈ સાસિયાનું નામ આપ્યું હતું. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી વિજય ઉપર હુમલો કરનાર અમિત ચંદ્રેશ અને બાબુને ઝડપી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.