ધોરાજી તાલુકાનાં મોટી મારડ જુઢથ સેવા સહકારી મંડળી પ્રોવિઝન નાં તોલાટ ઉપર ઉઘરાણી મુદે તેજ ગામનાં શખસે હુમલો કર્યો હતો . દાતરડુ લઇને તોલાટને મારવા માટે દોટ મુકી હતી જેમા તોટાલ નીચે પડી જતા તેને ઇજા થઇ હતી.
મળતી વિગતો મુજબ મોટી મારડ ગામે ખારાવાડ પ્લોટમા રહેતા અને મોટી મારડ જુથ સેવા સહકારી મંડળીમા પ્રોવીઝન ટોલાટ રાજેશભાઇ ગોકળભાઇ જાગાણી એ નોંધાવેલી ફરીયાદમા મોટી મારડ ગામનાં રમેશ દાના કુમારખાણીયા નુ નામ આપ્યુ છે ફરીયાદમા જણાવ્યા મુજબ રાજેશભાઇ ગઇકાલે સાંજે મોટી મારડ ગામે રામેશ્ર્વર એગ્રો પાસે હતા . ત્યારે અગાઉ જુથ સેવા સહકારી મંડળનાં પ્રોવીઝન સ્ટોરમાથી ઉધારીનાં રૂપિયા બાબતે વાતચીત કરતા રમેશ દાના કુમારખાણીયા ઉશ્કેરાયો હતો. અને રાજેશભાઇ સાથે ઝઘડો કરી તેમને ગાળો આપી હતી તેમજ રમેશે પોતાનાં મોટર સાયકલમાથી દાતરડુ કાઢી તોલાટ રાજેશભાઇ પર હુમલો કરવા તેની પાછળ દોટ મુકી હતી . ભયનાં લીધે રમેશભાઇ જાગાણીએ ત્યાથી દોટ મુકતા તેઓ નીચે પડી ગયા હતા. આ મામલે પાટણવાવ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.
