હોર્મુઝ સ્ટ્રેટ પર હુમલાથી ક્રૂડના ભાવમાં ભડકો, શેરબજાર અને સોના-ચાંદીમાં પણ કડાકા

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર કરાર થયા બાદ હોર્મુઝ સ્ટ્રેઈટ સ્થિત 3કે જહાજ પરના હુમલા બાદ વિશ્વભરના બજારમાં આજે ભારે આંચકા જોવા મળ્યા. છે.…

ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝ ફાયર કરાર થયા બાદ હોર્મુઝ સ્ટ્રેઈટ સ્થિત 3કે જહાજ પરના હુમલા બાદ વિશ્વભરના બજારમાં આજે ભારે આંચકા જોવા મળ્યા. છે. એક બાજુ ક્રૂડના ભાવ ફરી ભડકે બળ્યા છે તો ભારતીય શેર બજારમાં પણ 600 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે તો ચાંદીમાં પણ વધુ 2000 નો ઘટાડો નોંધાયો છે.

આજે કુવૈત અને બેહરીન પર ઈરાનના હુમલા બાદ ક્રૂડ માર્કેટમાં ફરી અનિશ્ચિતતાના વાદળો ઘેરાતા ક્રૂડનો ભાવ 70 ડોલર સુધી પહોંચ્યા બાદ આજે સીધા 76 ડોલર ઉપર ભાવ ખુલ્યા છે. ક્રૂડનો ઉત્પાદન વધાર્યું છે તેમ છતાં આજે ક્રૂડના ભાવમાં ભડકો જોવા મળ્યો છે.તેની અસર ભારતના રૂૂપિયા પર પડી છે.આજે ભારતનો રૂૂપિયો 19 પૈસા નબળો પડતા ડોલરનો ભાવ 95ની ઉપર પહોંચ્યો છે.

બીજી બાજુ એક સપ્તાહની શાનદાર તેજી બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને77600 સુધી આવી ગયો છે જ્યારે નિફ્ટી પણ આજે 180 પોઇન્ટ ઘટીને 24220 સુધી આવી ગયો છે. બેંક નિફ્ટી પણ 350 અને મીડ કેપ નિફ્ટીમાં પણ 330 અંકનો ઘટાડો થયો છે. આજે ફાર્મા સિવાયના તમામ શેર નીચે જોવા મળી રહ્યા છે.

સોના ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.ચાંદીમાં વધુ 2000 તૂટી જતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ 228780 પર જોવા મળી રહ્યો છે. સોનામાં પણ 600 રૂૂપિયા ઘટીને વાયદા બજારમાં સોનાનો ભાવ 144800 થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *