હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં ગંભીર ઘટના સામે આવી છે. ગામના સરપંચ ઈશ્વરભાઈ રામજીભાઈ અઘારા (55) પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે સરપંચે તલાટી-કમ-મંત્રી વિજયસિંહ ઝાલા સાથે ઉગ્ર ભાષામાં વાત કરી રહેલા શખ્સોને શાંતિથી વાત કરવાનું કહ્યું હતું.આરોપીઓમાં મોરબી ખાતે રહેતા સુરપાલસિંહ તેજુભા પરમાર (મૂળ નવા દેવળીયાના) અને એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે.
સરપંચના કહેવાથી ગુસ્સે થયેલા આરોપીઓએ તેમને ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ભોગ બનનાર સરપંચે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી શરૂૂ કરી છે. આ ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે અને સરપંચ જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ પર થયેલા હુમલાને કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.