મુળ મેંદરડાના વતની અને હાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા એસટી વર્કશોપની પાછળ આંબેડકરનગર શેરી નં 1ર મા રહેતા દેવલ લગધીભાઇ મકવાણાની ફરીયાદ પરથી હીરેનભાઇ, બીપીન ઉર્ફે અભી સોલંકી, કૈલાશ ઉર્ફે ગુગો પરમાર , ગટુ મકવાણા , અરૂણ બારોટ, વિનુ બારોટ અને બાબુભાઇ રાઠોડનુ નામ આપતા તેમની સામે મારામારી, ધમકી અને મિલકત નુકસાનની ફરીયાદ નોંધી તમામને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.દેવલભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ મજુરી કામ કરે છે.
18 ના રોજ રાત્રીના આઠેક વાગ્યે દેવલભાઇ, તેની પત્ની પાયલબેન સાથે ઘર નજીક રહેતા મામા રણજીતભાઇને ત્યા બેસવા ગયા હતા અને ત્યારબાદ ત્યાથી પરત ફરતી વેળાએ આંબેડકરનગર શેરી નં 1ર અને પ ની વચ્ચેના રસ્તા પર પહોંચતા ત્યા હાજર હીરેન પરમાર, બીપીન ઉર્ફે અભી સોલંકી અને કૈલાશ ઉર્ફે ગુગો પરમાર, ગાળો બોલતા હોય જેથી તેમને રસ્તા પર ગાળો નહી બોલવાનુ જણાવતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને કૈલાશે છરી કાઢી દેવલને ઝીકી દીધી હતી.
ત્યારબાદ હિરેન પ્લાસ્ટીકના પાઇપ વડે આડેધડ માર મારવા લાગ્યો હતો અને બીપીન ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો તેમજ દેવલ રાડારાડી કરતા આરોપીઓના અન્ય સાગ્રીતો પણ ત્યા પહોંચ્યા હતા અને દેવલને માર મારતા હતા ત્યારે તેના મામા રણજીતભાઇ તેમને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ આરોપીઓએ માર મારી અને મામાના ઘરમા ઘુસી સામાન વેરવીખેર કરી નુકસાની કરી હતી ત્યારબાદ ઘવાયેલા દેવલને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો આ મામલે હુમલાખોર સાતેય આરોપીને પકડી લેવા માલવીયા પોલીસ મથકના સ્ટાફે તપાસ શરૂ કરી છે.